હવે કરોડરજ્જુ ના હાડકાના આકાર વાળી તરતી હોટેલ પાણીમાં જોવા મળશે. લન્ડન ના ડિઝાઈનર લોન્ડેનર ગિઅનલુકા એ ફ્યુચર ની ફલોટલ હોટેલની યોજના બનાવી છે.
પાણીમાં તરતી આ હોટેલનો આકાર કરોડરજ્જુ ના હાડકા જેવો છે. આની સાથે જ આ હોટેલમાં રૂમનો વ્યુ હમેશા બદલાતો રહેશે. સમુદ્રમાં સતત તરતા અને હલવાને કારણે આના બધા રૂમમાં સમુદ્રનો નઝારો હંમેશા બદલાતો જોવા મળશે.
આ હોટેલને મોર્ફ હોટેલનું નામ આપવામાં આવે છે. આ હોટલમાં ગેસ્ટ રૂમ, રેસ્ટોરાં, સિનેમા, સ્વિમિંગ પૂલ સહીત બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જે જમીન પર બનેલ કોઈ રેસ્ટોરન્ટ માં જોવા મળે છે. આ હોટેલની લંબાઈ 800 મીટર હશે.
આમાં બોટની સુવિધા પણ હશે, જે મહેમાનોને લાવવા માટે કામમાં આવશે. આ હોટેલની સૌથી મહત્વની બાબત એ છે કે આને કોઇપણ ડૉક માં જોડી શકાય છે. આનાથી ત્યાંના સ્થાનિક નાગરિકોને આ લક્ઝરી ફ્લોટેકના થિયેટર, રેસ્ટોરાં અથવા બગીચામાં જવાનો મોકો મળી શકે.