હવે, ઘરનો દરવાજો પણ ફોનથી ખૂલશે

Home door open by smartphone mobile

ડિજિટલ લોક લગાવ્યા બાદ એક એપ્લિકેશનને ડાઉનલોડ કરતાં જ આ તાળું કામ કરવા લાગે છે

જો તમે ચાવી ભૂલવાની આદતથી હેરાન છો તો હવે તમારે ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે હવે તમે તમારા સ્માર્ટ ફોનથી જ તમારા ઘરનો દરવાજો ખોલી શકશો. એક સરવે દ્વારા જાણવા મળ્યું છે કે મોટાભાગનાં લોકો ચાવીને ભૂલી જવી અથવા ચાવીને સંભાળીને રાખવાથી પરેશાન હોય છે, તો તે લોકોને આ મુશ્કેલીમાંથી છુટકારો મળી જશે.

આ પ્રયોગ એકદમ સરળ છે, તમે જે બ્લોકમાં રહો છો ત્યાં પહેલેથી જ જો ઇન્ટરકોમ લાગેલું હોય તો તમારે એક નાની ચીપ જ લગાવી પડશે. આ સિવાય પોતાના ઘરના દરવાજામાં એક ડિજિટલ તાળું લગાવું પડશે ત્યારબાદ ડિજિટલ તાળાનાં નિયત્રંણ-એકમને પોતાનાં ઘરની અંદર જોડવું પડશે. ડિજિટલ લોકને લગાવ્યા બાદ એક એપ્લિકેશનને ડાઉનલોડ કરતાં જ આ તાળું કામ કરવા લાગે છે.

હવે, ઘરનો દરવાજો પણ ફોનથી ખોલશે

જ્યારે તમે તમારા ઘર પાસે જઈ ફોનમાં એક બટન દબાવશો કે તરત જ તમારા ઘરમાં લાગેલું નિયંત્રણ યુનિટ એક સંદેશ મોકલશે અને દરવાજો ખૂલી જશે. ઘણાં લોકોને એવો ભય પણ થાય કે ફોન ખોવાઈ જાય ત્યારે શું થાય પણ ડરવાની જરૃર નથી. તમારા લોકથી જોડાયેલી બધી માહિતી ક્લાઉડમાં સુરક્ષિત રહેશે. તમે અન્ય ડિવાઇઝથી પણ ઓનલાઇન થઈ બધી માહિતી હાંસલ કરી શકશો.

એટલું જ નહિ જરૃર પડવા પર તમે તમારા કામવાળા, કોઈ મિત્ર અથવા તમારા પાડોશીને આ સોફ્ટવેરની મદદથી ઘરમાં અંદર આવવાની મંજૂરી પણ આપી શકશો. સંશોધન મુજબ જો તમે તમારા ઘરની બહાર બગીચામાં બેઠા હો તો કોઈને પણ તમે તમારા ઘરની અંદર જવાની મંજૂરી આપી શકો છો, જેથી તમારા પૈસા અને સમય બન્નેની બચત થશે. હાલ ન્યૂયોર્કમાં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને આ ટેકનોલોજી આખા વિશ્વમાં લોકપ્રિય થશે.

Comments

comments


3,869 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 2 =