ગૂગલે પ્રોજેક્ટ લુનની અંતર્ગત પાછલા દિવસે ઇન્ડોનેશિયાના રીમોટ એરિયામાં 2016 સુધી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપવાનું જાહેર કર્યું છે. કંપની હવે પોતાની આ યોજનાને ભારતમાં પણ લાવી રહી છે.
ખબરો અનુસાર આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ભારત સરકારે ગૂગલને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગૂગલના બલુન જમીનથી 20 કિલોમીટરની ઊંચાઇ પર ઉડીને ગ્રામીણ અને રીમોટ ક્ષેત્રોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ આપશે.
Google બીએસએનએલ સાથે કરશે કરાર
Google આ ટેકનિકને અમેરિકાનું કેલિફોર્નિયા, ન્યુઝિલેન્ડ અને બ્રાઝીલ માં સફળ પરીક્ષણ કરી ચુક્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 2.6GHz નું બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમના નો ઉપયોગ કરવામાં આવશે જેના માટે કંપની ભારતીય દુરસંચાર કંપની બીએસએનએલે ની સાથે સમજૂતી કરશે.
ભારત સરકાર ના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ગુગલે સરકાર પાસે દેશમાં પ્રોજેક્ટ લુનનું ટેસ્ટિંગ માટે મંજૂરી માંગી હતી. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (DeitY) એ મંજૂરી આપી દીધી છે. જોકે, Google ના પ્રવક્તા હજુ આ મુદ્દા પર કોઈ વાત કરવા માંગતા નથી.
શું છે પ્રોજેક્ટ લુન?
આ પ્રોજેક્ટ આલ્ફાબેટની સહયોગી કંપની Google X દ્વારા ડેવલોપ કરવામાં આવ્યો છે. જેના માધ્યમથી વિસ્તારોમાં બલૂનની મદદથી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરવામાં આવશે, જ્યાં ઈન્ટરનેટ અથવા મોબાઇલ નેટવર્ક પહોચતું નથી. આ પ્રોજેક્ટમાં ગુગલ પોતાના ગુબ્બારોને ધરતીથી ખુબજ ઊંચાઈ પર મૂકશે, જ્યાંથી 32 કિલોમીટરની ની રેન્જમાં હાઇ સ્પીડ વાયરલેસ નેટવર્કના માધ્યમથી 3G ઈન્ટરનેટ ઉપલબ્ધ કરશે.