વલસાડ જિલ્લામાં વિલસન હિલ બાદ બ્રહ્રદેવ ડુંગરનો સનસેટનું નિર્માણ જિલ્લાના લોકો માટે અમૂલ્ય નજરાણૂ અને પિકનીક પોઇન્ટ સાબીત થશે. પરિક્ષાઓ હાલ જ સંપન્ન થવા પામી છે, ટૂંક સમયમાં શાળા કોલેજોમાં વેકેશનની શરૂઆત થશે. વેકેશનમાં અન્ય રાજ્યો કે ગૂજરાતના પર્યટન સ્થળોમાં ફરવા જવા લોકો તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે વલસાડથી 60.કીમી.દૂર આવેલા વિલસન હિલને પણ ટકકર મારે તે પ્રકારના સનસેટ પોઇન્ટનું નિર્માણ સરકારી સહાય વિના બ્રહ્દેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા 4.લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. જેને જોવા માટે હાલ સહેલાણીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ત્યારે જો સરકાર દ્વારા આ પોઇન્ટને વિકસાવવા વિશેષ ગ્રાંટ ફાળવવામાં આવે તો પર્યટક સ્થળ તરીકે વિકસાવવા સાથે સ્થાનિક કક્ષાએ રોજગારી પણ ઉપલબ્ધ થઇ શકશે.
શું મહત્તવ છે બ્રહ્રદેવ બાપના મંદિરનું
વલસાડ તાલુકાનાં ડુંગરી વિસ્તારના બ્રહ્રદેવ ડુંગર ઉપર બ્રિરાજમાન બ્રહ્મદેવ બાપાનું મહત્મય ઘણું છે, ત્યારે ડુંગરી કાંઠા વિસ્તારના રહિશોમાં બાપા પ્રત્ય અપાર શ્રધ્ધાઓ છે. બ્રહ્મદેવ બાપાની પૂજા અર્ચના કરવા જતા વર્ષો પેહલા ડુંગરી વિસ્તારનાં બ્રહ્મદેવ ડૂંગર ઉપર જંગલ હતું તે સમયે તેમના પુર્વજોને બ્રહ્મદેવ બાપાના ડુંગર ઉપર બિરાજમાન હોવાના સપના આવતા હતા. જે બાદ ગ્રામજનોએ બ્રહ્મદેવ બાપાની સ્થાપના ડુંગર ઉપર કરાઇ હતી. જયારે બ્રહ્મદેવ બાપાની પ્રતિમાં ખસેડી પણ શકાય ન હતી. ગ્રામજનો દાંતરડા, કુહાડી, સહિતના અનેક ઓજારો સાંજે મંદિરમાં મુકી આવે તો તમારા ઓજારો ધાર બનાવેલા તૈયાર મળે, કોઇ ડુંગર ઉપર ભુલુ પડી જાય તો તેને પણ બાપા ગામના સીમાડા સુધી મુકી જતા હોવાનો ઇતિહાસ કહેશે. જેને લઇ વિસ્તારના લોકો બાપા પ્રત્યે અપાર શ્રધ્ધા હોય જેને લઇ માનતા લેવા દુરદુરથી અહીં શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
પ્રવાસન મંત્રી અનુદાન જાહેર કરે તેવી માગ
વલસાડમાં ભાગડવાડામાં છાત્રાલયના ઉદઘાટન કાર્યકમમાં પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા આવી રહ્યા છે. તેઓ આ સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ તેને વિકસાવવા અનુદાનની જાહેરાત કરે તેવી લોકોની માગ છે.
જયારે ડુંગરી બ્રહ્મદેવ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન વર્તમાન ટ્રસ્ટના પ્રમૂખ ચંદુભાઇ નાનાભાઇ પટેલ અને સેક્રેટરી અસીત દેસાઇ સહિત મંડળના સભ્યોના અથાગ પ્રયાસો અને ગ્રામજનોના સહયોગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. અગાઉ બ્રહ્મદેવ બાપાના ડુંગર ઉપર ચઢવા માટે પગથીયા કે ઉપર બેસવા માંટે બાકડા કે પતરા સેડ પણ ન હતા. ત્યારે આ બ્રહ્મદેવ ટ્રસ્ટે પગથીયા અને ઉપર શેડની સુવિધા ઉભી કરી છે. પ્રમુખ ચંદૂભાઇએ રૂપિયા 2.85 લાખના ખર્ચે વિશાળ અને કલાત્મક પ્રવેશદ્વાર તૈયાર કરાયો છે. સાથે સાથે પોઇન્ટ પર બેસવા માટેના બાંકડાઓ, પિવાના પાણીની સુવિધા ઉભી કરાઇ છે, દેવ દિવાળીના દિવસે અહીં મોટો મેળો પણ ભરાય છે.
શું વિશેષતા છે પોઇન્ટની
દરિયાની સપાટીથી 510. ફુટની ઉંચાઇએ આવેલા બ્રહ્રદેવ ડુંગર કુદરતી રીતે સનસેટ પોઇન્ટની વિશેષતા ધરાવે છે. પશ્ચિમમાં આવેલા દરિયામાં ડૂબતા સુરજને સાંજે જોવો એ પણ એક લ્હાવો છે. ઉપર 15 થી 20 ફુટની ઉંચાઇએ એક સાપુતારા જેમ સનસેટ પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. જે ડુંગર ઉપર તૈયાર કરાયેલા સનસેટ પોઇન્ટ દરિયા કીનારાથી 510 ફુટની ઉંચાઇથી સવાર સાંજના સુર્યાસીના કીરણો દરિયામાં પડતા નજરે પડે છે. તે સમયે આકાશ સાથે દરિયો પણ લાલ કલરથી પ્રસરેલો હોઇ એવા દ્રશ્ય જોવા મળતા સેહલાણીઓ સ્વર્ગ નિહાળતા હોય એવું લાગે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર