‘હવા હવાઈ ગર્લ’ શ્રીદેવી ની ફિલ્મ ‘મોમ’ નું ફર્સ્ટ પોસ્ટર થયું રીલીઝ

Sridevi-style-featured-suresh-natarajan

૯૦ના દાયકાની હીટ હિરોઈન એટલેકે શ્રીદેવી પોતાના ફેંસ માટે ખુશખબરી લાવી છે. ડાયરેક્ટર ગૌરી શિંદેની હીટ ફિલ્મ ‘ઈંગ્લીશ વિંગલીશ’ થી બોલીવુડમાં કમબેક કરનાર અનુભવી અભિનેત્રી શ્રીદેવીની બીજી હિન્દી ફિલ્મ ‘મોમ’ નું પહેલું પોસ્ટર ગઈકાલે શ્રીદેવીએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કરીને કમબેક અંગે પોતાના ફેંસને ગુડ ન્યુઝ આપી હતી.

શ્રીદેવીની આ ફિલ્મ ૧૪ જુલાઈના રોજ સિનેમાઘરો માં દસ્તક આપશે. Mom નું નિર્માણ શ્રીદેવી એ પોતાના ડાયરેક્ટર પતિ બોની કપૂર સાથે મળીને કર્યું છે.

ફિલ્મના ફર્સ્ટ પોસ્ટર માં જ જોવા મળી રહ્યું છે કે આમાં શ્રીદેવી નો રોલ દમદાર હશે. ફિલ્મના પોસ્ટરમાં ‘માં’ શબ્દ અંગ્રેજી સિવાય ઘણી બધી ભાષામાં લખેલ છે. શ્રીદેવી એ પોતાના કરિયરમાં અત્યાર સુધી ૨૯૯ ફિલ્મો કરી છે જેમાં ‘મોમ’ ફિલ્મ મેળવીને તેમની ૩૦૦ ફિલ્મ્સ પૂરી થશે.

ઉલ્લેખનીય છે કે શ્રી ની આ ફિલ્મમાં લીડ રોલ તરીકે તેના સિવાય અક્ષય ખન્ના, અભિમન્યુ સિંહ અને નાવાઝુદ્દીન સિદ્દકી પણ જોવા મળશે. જણાવી દઈએ કે ફિલ્મ ટોટલ ત્રણ ભાષામાં રીલીઝ થવાની છે હિન્દી, તમિલ અને તેલુગુ.

C62zOJiVwAAKsju

Comments

comments


4,438 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 3