લગ્ન કર્યા પછી દરેક નવદંપતી માટે મુશ્કેલી ભર્યો સવાલ હોય છે કે હનીમૂન માટે ક્યાં સ્થળે જવું? હનીમૂન એ બધાના જીવનમાં એક યાદગાર મોમેન્ટ હોય છે, જેમાં તે પ્યાર, આનંદ અને રોમાંચનો મજા લઇ શકે છે. જોકે, ભારતમાં એકથી ચડિયાતી એક એવી જગ્યાઓ છે જેમાંથી કઈ જગ્યાએ જવું એ વિચારવામાં આપણે કન્ફયુઝ થતા હોઈએ છીએ. તેથી જ તો આજે અમે તમારા માટે ભારતમાં હનીમૂન માટે બેસ્ટ, શાનદાર અને અફોરડેબલ સ્થળો લાવ્યા છીએ.
શ્રીનગર
હનીમૂનની વાત કરીએ તો આ છે બેસ્ટ ડેસ્ટીનેશન. જ્યાં કાશ્મીરની સુંદર ખીણોની ચર્ચા ન થાય તે તો અશક્ય છે. કોઇપણ કપલની આ પહેલી ચોઈસ હોય છે. હનીમૂન ને સૌથી યાદગાર બનાવે છે શ્રીનગરની દિલકશ ખીણો.
અહી તમે ખૂબજ આકર્ષક નઝારાઓ જોઈ શકશો. આ શહેર પોતાના નગીન અને ડલ જેવા સુંદર તળાવો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
ગોવા
જોકે આ નામ તો બધાના મગજમાં સૌપ્રથમ આવે, કારણકે ગોવા છે જ એટલું હોટ! ગોવાનું નામ સામે આવતા જ આપણી આંખો સામે સુંદર બીચના સુંદર નઝારા સામે આવે છે. જો ગોવાને તમે નજીકથી જાણો તો ખબર પડે કે અહી ફક્ત બીચ જ નહિ પણ નેચરના ઘણા રંગો જોવા મળે છે. અહી નવા વર્ષની પાર્ટી આખી રાત ખુબ ધામ ધૂમથી ચાલે છે. અહી રંગારંગ પ્રોગ્રામ અને પાર્ટીનો ઉત્સાહ એટલો બધો જોવા મળે છે કે નવા વર્ષનું પાર્ટીનું બુકિંગ અહી મહિના પહેલા જ શરુ થઇ જાય છે.
ગોવાના શાનદાર અને હોટ બીચીઝ ના લીસ્ટમાં કેલેન્ગુટ બીચ, અંજુના બીચ, બાગા બીચ, બાગાટોર બીચ, સીન્કેરીયન બીચ, પલોલેમ બીચ અને મિરામાર બીચ અહીના પ્રમુખ બીચીઝ છે.
સાંજ પડતા જ અહી સૂર્ય અસ્ત અને ગોવા મસ્ત દેખાય છે. સાંજ પડતાની સાથે જ ગોવા મસ્તીના રંગમાં રંગાઈ જાય છે. અહીની ભવ્ય પાર્ટીઓ ગોવાને સ્વર્ગમાં બદલી નાખે છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ પણ ભારતનું સૌથી પ્રસિદ્ધ હનીમૂન ટ્રાવેલ છે. લક્ષદ્વીપ પોતાની કુદરતી સુંદરતા, શાંત અને સ્વચ્છ રેતાળ બીચ, વોટર સ્પોર્ટ્સ, સુંદર વાદળી સમુદ્ર અને સૂર્ય સ્નાન માટે પ્રખ્યાત છે. લક્ષદ્વીપ એવા લોકો માટે પ્રખ્યાત છે જે એક નીરવ, શાંત અને રોમેન્ટિક વાતાવરણ ઈચ્છતા હોય.
શિલોંગ
ઉત્તર ભારતનું ખુબજ આકર્ષક સ્થળ શિલોંગને ઉત્તર ભારતનું ‘સ્કોટલેન્ડ’ પણ કહેવામાં આવે છે. લીલાછમ જંગલો, ફળોની મનમોહક સુગંધો, વાદળોને ઓઢેલા પહાડો અને પાણીનો અવાજ આ બધું જોયને તમારું મન શિલોંગની ખૂબસૂરતીમાં ડૂબી જશે. અહીના લોકો અને અહીની સંસ્કૃતિ, અદ્વિતીય અને લાજવાબ છે. મહેમાનોનું જોરદાર આતિથ્ય પણું અહીનું જીવતું જાગતું ઉદાહરણ છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ
અરબી સમુદ્રની વચ્ચે વસેલ ગ્રાન્ડ આઇલૅંડ ની ભવ્યતા અને વૈભવને જોતા તમે હંમેશાંને માટે અહી રહેવાનું વિચારશો. ફીરોજ વાદળી પાણી, ક્યારેય ન જોયા હોય તેવા દરિયાકિનારા, એક્વેટિક રમતો અને દરિયાઇ આકર્ષણોની સાથે આંદામાન અને નિકોબાર ભારતના સૌથી લોકપ્રિય પર્યટન કેન્દ્ર છે.
તવાંગ
તવાંગ તમને ખૂબસૂરત નઝારાઓ સાથે વાકેફ કરાવશે. તવાંગ જિલ્લો ભારત દેશના ઉત્તર – પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તવંગનો અર્થ થાય છે ઘોડા દ્વારા પસંદ કરાયેલ. અહીંથી આસમાન એવું લાગે કે જાણે કોઈ કલાકારે પોતાના હાથેથી આકાશને પેન્ટ કર્યું હોય. અહીનું પાણી એટલું સફેદ લાગે છે કે દૂધ અને બરફીલા પર્વતો તમને એવું ફિલ કરાવતા હોય છે, જાણે તમે સ્વર્ગમાં પહોચી ગયા હોય.
કેરલ
કેરલને ભગવાને ખુબ સુંદરતા થી બનાવ્યું છે. આ હનીમૂન માટે સૌથી બેસ્ટ જગ્યા છે. ઊંચા ઊંચા પર્વતો, જોવાલાયક દરિયાકિનારો, નાળિયેર અને ખજૂરીના વૃક્ષોની ઝાડીની વચ્ચે થી હોડીની સવારી, આજુબાજુ હરિયાળી અને ખૂબસુંદર નઝારા એ બધું કેરલની ઓળખાણ છે. અહીના રોમેન્ટિક નઝારામાં લોકો એકબીજામાં ખોવાય જાય તેતો સ્વાભાવિક છે.