એવા કોઈક જ લોકો હોય છે જેને કાજુ કે તેનાથી બનેલ વસ્તુ પસંદ ન હોય. ડ્રાયફ્રૂટ માંથી કાજુને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેમ છતાં એમ ન કહી શકાય કે કાજુ ખરીદવા એ બધા માટે શક્ય નથી. પરંતુ, આના ફાયદાઓ તમને સરપ્રાઇઝ કરે તેવા છે.
કાજુ ખાવાથી ઘણા બધા પ્રકારની બીમારીઓ ને નિયંત્રિત કરી શકાય છે. ઉપરાંત સુંદરતા વધારવા માટે પણ કાજુ ઉપયોગી છે. પરંતુ, આનો સંયમિત ઉપયોગ જ ફાયદાકારક છે. આને ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને હદયથી જોડાયેલ ઘણી બીમારીઓ સારી થાય છે.
કાજુમાં ઘણા મહત્વપૂર્ણ તત્વો હોય છે જેમકે પોટેશિયમ, કોપર, આયર્ન, મેંગેનીઝ, ઝીંક અને સેલેનિયમ વગેરે હોય છે. કાજુમાં આ બધા તત્વોની હાજરી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
હૃદય માટે લાભદાયી
* કાજુમાં મોનો સેચુરેટેડ ફેટ હોય છે. આ હદયને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. આની સારી વાત એ છે કે તે કોલેસ્ટ્રોલ મુક્ત છે.
* શરીરને શક્તિ આપવાનું કામ કરે છે
* કાજુમાં રહેલા તત્વો શરીરને મજબૂત કરવામાં ઉપયોગી બને છે. આમાં રહેલ મેગ્નેશિયમ હાડકાં માટે ખુબ ફાયદાકારક છે.