સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ

hingpowdernotbottled_wide-c171aa2cc3a7a9f6528b948aa8a8342b35e29933

ભોજનમાં સ્વાદ વધારવાનું કામ હિંગ કરે છે. જો ભોજનમાં આને ન નાખવામાં આવે તો તે ફિક્કું લાગે. આને આપણે ભારતીય લોકો વધારે ઉપયોગ કરીએ છીએ. હિંગને રસોઈ ની શાન ગણવામાં આવે છે.

આ ભોજનમાં તેજ સુગંધ લાવે છે. આને ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ આના વિષે…

*  દાંતો ની સમસ્યા માટે હિંગ ખુબ જ ફાયદાકારક છે. જયારે દાંતો માંથી કીડાઓ નીકળે તો રાત્રે સુતા સમયે તેમાં દબાવીને હિંગ નાખવી. આનાથી આપમેળે જ કીડાઓ નીકળી જશે.

*  હિંગમાં પાણી નાખીને તેના કોગળા કરવાથી દાંતો ને આરામ મળશે.

*  જયારે કાંટો વાગે ત્યારે તે જગ્યાએ હિંગમાં પાણી નાખી એકમેક કરી તે મિશ્રણને વાગેલ ભાગમાં લગાવવું.

*  કબજિયાત થાય એટલે હિંગના ચુરણમાં થોડો મીઠો સોડા નાખી રાત્રે સુતા પહેલા લેવું. આનાથી પેટ સાફ થઇ જશે.

*  હિંગ શક્તિશાળી શ્વાસ ઉત્તેજક અને કફ નિવારણ છે. આ ગળામાં જામેલ કફ અને છાતીમાં જામેલ લોહીને ઠીક કરી રાહત આપે છે.

*  જો તમને યુરીનની સમસ્યા હોય તો હિંગને વરિયાળી ના અર્કમાં મેળવી રોજ ૨ વાર સેવન કરવાથી આ સમસ્યા દુર થાય છે.

*  જો તમને ઘાઘર થઇ હોય તો હિંગને પાણીમાં નાખી પ્રભાવિત અંગ પર લગાવવું. આનાથી ધાધર દુર થશે. ત્વચાના રોગને ઠીક કરવામાં આ અસરકારક છે.

*  ખાધા પહેલા ધી માં શેકેલી હિંગ અથવા આદુના એક ટુકડા ને માખણ સાથે ખાવાથી ભૂખ વધારે લાગશે.

*  જયારે માથાનો દુખાવો થાય ત્યારે હિંગ ને ગરમ કરી તેના લેપને માથે લગાવવાથી માથાનો દુખાવો દુર થાય છે.

*  હિંગ કામ વાસના ને જાગ્રત કરવા માટે ઉપયોગી છે. આના માટે હિંગને ઘી માં શેકી ચણાની દાળની માત્રામાં લઇ રોજ ત્રણ વાર પતિ-પત્ની ખાય તો તેમની કામ વાસના ઉત્તેજિત થશે.

*  હિંગ થી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

Comments

comments


10,041 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 + = 10