સ્વાસ્થ્ય ની આ Tips અપનાવીને રહો એકદમ ફીટ

2016_9$largeimg01_Thursday_2016_185702660

*  ફીટ ટાઈ બાંધવાથી આંખની રોશની પર નકારાત્મક પ્રભાવ પડે છે.

*  ફ્રીઝમાં મુકેલ વધારે ઠંડી વસ્તુ ખાવાથી આંતરડાઓ સકડાઈ જાય છે.

*  પેટ બહાર નીકળવાનું સૌથી મોટું કારણ ખુરશીમાં બેસી ભોજન કરવું અને જમ્યા બાદ તરત પાણી પીવું એ છે.

*  સવારે ઉઠીને તરત જ વાસી મોઢે રાત્રે તાંબાના લોટામા કે તાંબાના વાસણમાં મુકેલા પાણીનું સેવન કરવું. આનાથી ઘણા બધા રોગો મટે છે.

*  વહેલી સવારે ઉઠીને ચાલવું. ઉપરાંત શરીર માટે આસન કરવા પણ જરૂરી છે.

*  તમારા શરીરમાં વધારે બીમારીઓ ને આમંત્રણ જો કોઈ આપે તો તે છે તમારું ભોજન. જો તમે શરીર અનુસાર સારું અને સંતુલિત ભોજન નહિ ખાવ તો ઘણા પ્રકારની બીમારીઓ તમને થઇ શકે છે. જો તમારું ભોજન સારું પૌષ્ટિક હશે તો તે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી દે છે.

*  ભોજન બાદ ઘોયેલા ભીના હાથને આંખે લગાવવા. આ આંખોને ગરમીથી બચાવે છે.

*  ન્હાયા પહેલા, સુતા પહેલા અને ભોજન કર્યા બાદ અવશ્ય મૂત્ર ત્યાગ કરવો. આનાથી અનાવશ્યક ગરમી, કબજીયાત અને પથરી ની સમસ્યા મટી જશે.

*  સવારે બ્રેકફાસ્ટ કરો ત્યારે નાસ્તામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ યુક્ત વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે. નાસ્તામાં તમે થોડીક બાદમ, અખરોટ કે શીંગ ખાઈ શકો છો.

Comments

comments


11,972 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 13