દહીં એ પોષણમૂલ્યથી ભરપૂર છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ જેવાં કે- રિબોફ્લેવીન , વિટામિન બી૧૨ , વિટામિન બી૬ , પોટેશિયમ , મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વોનો ભંડાર છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યૂટ્રિશનના જણાવ્યા મુજબ 100 ગ્રામ દહીંમાં 3.1 ગ્રામ પ્રોટીન, 149 મિ.ગ્રામ કેલ્શિયમ, 4 ગ્રામ ચરબી અને ઝીરો સુગર છે. તેમાં ટ્રાન્સફેટ નથી. જો આપણે સ્કીમ મિલ્કમાંથી બનાવેલ દહીંનો ઉપયોગ કરીએ તો ચરબીનું પ્રમાણ તેમાં લઘુતમ થઈ જાય છે. આવા દહીંનો તમે કઈ સ્થિતિમાં કેવો ઉપયોગ કરી શકો તે જાણીએ.
*ફ્રૂટ્સ/નટ્સ સાથે દહીં એ ખાસ કરીને શાકાહારીઓ માટે પોસ્ટ વર્કઆઉટ મીલનો સારો સ્રોત છે.
*એક વાટકો દહીં દિવસની શરૂઆત માટેનો સારો આહાર છે.
*દહીંનો ઉપયોગ કરીમાં ક્રીમની અવેજીમાં થાય છે તેથી કેલેરી ઘટી જાય છે.
*દહીંમાં પાલક, ઘઉંના ફાડા, બ્રાઉન રાઈસ, નટ્સ ઉમેરવાથી ફાઈબર વિપુલ પ્રમાણમાં મળે છે. આ એક તંદુરસ્તીભર્યું ખાણું બને છે (રજૂઆત છે).
*છાશમાં આદું, મરી, મીઠું નાખીને અને ગળી/ખારી લસ્સી બનાવીને અવેજીયુક્ત પીણાં તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
મેયોનીઝ હાઈ કેલેરીયુક્ત હોય છે જ્યારે હંગ કર્ડ લો કેલેરીયુક્ત હોય છે. તેથી મેયોનીઝના બદલે વાનગી બનાવવા તેનો ઉપયોગ કરી શકાય છે. મસાલાયુક્ત, યમ્મી ટેસ્ટ આપવા તેમાં તાજી વાટેલી રાઈ, ચીલી ફ્લેક્સ, ફ્રેશ બેસિલ અને પનીર સાથે જુદા જુદા શાકભાજી ઉમેરી શકો.
*કોઈ પણ લોટમાં દહીં ઉમેરવાથી તેની પૌષ્ટિકતા જ વધે છે એવું નથી, પણ તે વસ્તુ લાંબો સમય સુધી બગડતી નથી અને રોટલી/ પરોઠા વગેરે નરમ અને ફૂલેલા બને છે.
*જેઓ ગળપણના શોખીન હોય તેઓ કાયમ સ્કીમ મિલ્ક યોગર્ટ સાથે નટ્સ અથવા ફ્રૂટ સ્મૂધી લઈ શકે છે. કોઈ પણ આ ડેઝર્ટથી આનંદ મેળવી શકે છે.
*વજન નિયંત્રણ માટે જાગૃત વ્યક્તિઓ માટે દરરોજ સ્કીમ મિલ્ક યોગર્ટ ખૂબ સારું રહે છે.
*ભારતમાં બધે જ દહીં જુદા જુદા સ્વરૂપે ખાવામાં આવે છે. ગુજરાતીઓ શ્રીખંડ-ગળ્યું દહીં અને ખારી છાશ પીએ છે. બંગાળીઓ મિસ્ટીદોઈ તો પંજાબીઓ લસ્સી પીએ છે. દક્ષિણ ભારતમાં લોકો ઇડલી, ઢોંસાના ખીરામાં આથો લાવવા દહીંનો ઉપયોગ કરે છે.