સ્વાદિષ્ટ પિસ્તા ખાવાના છે લાજવાબ ફાયદાઓ….

American Pistachios-3

સામાન્ય રીતે બધા સુકા મેવાઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ પિસ્તાની વાત અલગ જ છે. આ સ્વાસ્થ્ય માટે ખુબ જ પૌષ્ટિક અને ગુણકારી છે. પિસ્તામાંથી તમને ફાઇબર, પ્રોટીન, વિટામીન સી, ઝીંક, કોપર, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા ગુણકારી તત્વો મળી રહેશે.

*  વધતી ઉંમર ની સાથે આંખોમાં કમજોરી આવવા લાગે છે. જો તમે નિયમિત રૂપે રોજ પિસ્તા ખાવ તો તમારી આંખોને નુકશાન નહિ થાય. તમે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ આંખ મેળવી શકો છો.

*  પિસ્તામાં ફેટી એસીડ્સ હોય છે. આનાથી ત્વચા સ્વસ્થ રહે છે.

*  જયારે ઉંમર વધવા લાગે ત્યારે લોકોના હાડકામાં કેલ્શિયમ ઘટવાના કારણે તેમાં દુઃખાવો શરુ થાય છે. આવામાં જો રોજ ૧૦૦ ગ્રામ જેટલા પિસ્તા ખાશો તો તમારા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ નહિ રહે.

*  જે લોકોને હૃદયની બીમારી હોય તેમને પિસ્તા નું સેવન કરવું. આ તમને હાર્ટએટેક જેવી બીમારીથી બચાવશે.

*  શરીરના અંદરના ભાગમાં બળતરા જેમકે છાતીમાં બળતરા, પેટમાં બળતરા રહેતી હોય તો આનું સેવન કરવું અસરકારક સાબિત થશે.

*  પિસ્તા વધતી ડાયાબિટીસ ને રોકે છે. આમાં ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે, જેનાથી શુગર નિયંત્રણમાં રહે છે.

*  આના સેવનથી તમે વજન ઘટાડી શકો છો. કારણકે આમાં ઓછી કેલરી, વધુ પ્રોટીન તથા વધુ માત્રામાં અનસેચુરેટ્ડ ફેટ હોય છે, જે વજન નિયંત્રણ કરવા ઉપયોગી છે.

*  પિસ્તામાં મળી આવતા વિટામીન બી૬ બ્લાસ સેલ્સ ની સંખ્યા વધારે છે. આનાથી તમે કેન્સરના ખતરાથી બચી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,920 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 4