સ્માર્ટફોન જયારે પડે છે ત્યારે લીથીયમ આયન બેટરી ફાટે છે, જે દરેક વ્યક્તિ માટે ખતરનાક હોય છે. હાલમાં જ ભારતમાં સેમસંગ ગેલેક્સી ૭ લોન્ચ થયો છે, જેમાં બેટરી ખરાબ હોવાને કારણે બ્લાસ્ટ થાય છે. કહેવામાં આવે છે કે જયારે બેટરી ફૂલ થઇ જાય છે ત્યારે વિસ્ફોટ થાય છે. જો બેટરી ખરાબ હોય તો પણ આવું થઇ શકે છે.
વધારે ફોન ગરમ થવાથી તેની અંદરની બેટરીનું તાપમાન વધી જાય છે અને તે ગરમી ઉત્પન્ન કરે છે. જેનાથી શોર્ટ સર્કીટની સમસ્યા ઉદ્ભવે છે. મોટાભાગના લોકોનું માનવું છે કે સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના ઘણા બધા કારણો છે. આમાં લોકલ ચાર્જરનો કોઈ હાથ નથી.
જ્યાં સુધી ચાર્જર સારી રીતે કામ કરતુ હોય ત્યારે બેટરીને કોઈ નુકશાન નથી થતું. પછી ચાર્જર ફોન સિવાય બીજી કંપનીનું કેમ ન હોય. ઓરીજીનલ ચાર્જર પણ જો ખરાબ નીકળે તો સ્માર્ટફોનની બેટરી ખરાબ થઇ શકે છે. ચાલો જાણીએ આના વિષે જરૂરી વાતો….
* જયારે તમે ફોનને ચાર્જ કરો ત્યારે તે દરમિયાન (પ્લાસ્ટિકનું કવર) કવર કાઢી નાખવું.
* તમારા ફોનને ક્યારેય વધારે ગરમી ઉત્પન્ન કરતા હોય તેવા એરિયામાં ન રાખવો. કારણકે ગરમ એરિયાને કારણે આનું ટેમ્પ્રેચર વધી જાય છે. તેથી આનો વપરાશ કરવો જોખમી છે. આને લીધે બ્લાસ્ટ પણ થઇ શકે છે.
* જયારે ફોન ચાર્જ થતો હોય ત્યારે વાત ન કરવી. ઉપરાંત ફોનમાં લો-બેટરી તો ક્યારેય ન રાખવી.
* જયારે તમે ફોન ચાર્જ કર્યો હોય ત્યારે તરત જ ઉતાવળા થઈને વપરાશ ન કરવો. ચાર્જમાં ફોન લગાવ્યા બાદ 30 ટકા ચાર્જ થવા દેવું.
* સૌથી અગત્યની વાત એ છે કે તમારા સ્માર્ટફોનને ઓવર ચાર્જ ન કરવો. આનાથી ફોનની બેટરી ખરાબ થાય છે. જયારે ફોન વધારે ચાર્જ થાય ત્યારે બેટરીનું તાપમાન વધી જાય છે અને બ્લાસ્ટ થવાની પૂરેપૂરી સંભાવના રહેલ છે.
* જ્યાં સુધી શક્ય બને ત્યાર સુધી યુએસબી કેબલથી ચાર્જ કરો. કારણકે આમાં ધીમી ગતિ થી ફોન ચાર્જ થાય છે. જેથી બેટરીને ગરમ અને ફાટવાના ચાન્સ ઓછા છે.