સ્નેક્સમાં બનાવો ફ્રીસબિસ

સામગ્રી

nmkh0004_1

* ૧/૨ કપ ધઉંનો લોટ,

* ૨૧/૨ ટીસ્પૂન ખમણેલું ચીઝ,

* ૧/૪ ટીસ્પૂન લાલ મરચું,

* ૧ ટીસ્પૂન કાળા અને સફેદ તલ,

* ૨ ટીસ્પૂન વીટ બ્રાન,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ ટીસ્પૂન ઓઈલ,

* જરૂર મુજબ પાણી.

રીત

એક બાઉલમાં ધઉંનો લોટ, ખમણેલું ચીઝ, લાલ મરચું, કાળા અને સફેદ તલ, વીટ બ્રાન, સ્વાદાનુસાર મીઠું, ઓઈલ અને જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધવો. હવે આને ઢાંકીને ૧૦ મિનીટ સુધી સાઈડમાં રાખી મુકવો.

ત્યારબાદ આ લોટના ગુલ્લા બનાવવા અને ઘઉંના લોટની મદદથી એકદમ પતલી રોટલી વણવી. પછી આને તવામાં ધીમા તાપે શેકવી. આ બંને બાજુ શેકાય એટલે ખાખરા પ્રેસની મદદથી બંને સાઈડ ક્રિસ્પ અને બ્રાઉન થવા દેવી. તો તૈયાર છે ફ્રીસબિસ.

Comments

comments


6,014 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 1 =