સામગ્રી
* ૨ કપ ચોખાનો લોટ,
* ૧/૨ કપ દહીં,
* ૨ ટીસ્પૂન બટર,
* ૧/૨ ટીસ્પૂન હળદર,
* ૧ ટીસ્પૂન લાલ મરચું,
* ૧/૨ ટીસ્પૂન હિંગ,
* ૧ ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ,
* ૧ ટીસ્પૂન સફેદ તલ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૩/૪ કપ પાણી,
* જરૂર મુજબ તેલ.
રીત
એક બાઉલમાં ચોખાનો લોટ, દહીં, બટર, હળદર, લાલ મરચું, હિંગ, આદું-મરચાની પેસ્ટ, સફેદ તલ અને સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી લેવું હવે જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધવો. પછી ચકરી બનાવવા માટે તવામાં જરૂર મુજબ તેલ નાખી ગરમ થવા દેવું.
હવે ચકરીના સંચામાં લોટનું એક ગુલ્લુ નાખવું. પછી એક પ્લેટમાં ચકરીને ગોળ આકારમાં પાડવી. ત્યારબાદ તવેથા થી ચકરીને તવામાં ફ્રાઈ કરવા માટે નાખવી. આ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે ફ્રાઈ થવા દેવી. તો તૈયાર છે ચોખાના લોટની ચકરી.