આપણને નાનપણથી જ શિખવવામાં આવે છે કે સવારે વહેલા ઉઠવાથી શરીર અને મન તાજા રહે છે. સવારે મોડાં ઉઠનારા લોકોની સરખામણીમાં વહેલાં ઉઠનારા લોકો વધુ તંદુરસ્ત રહે છે. આ તો થઈ સવારે વહેલાં ઉઠવાની વાત. પણ શું તમે જાણો છો કે આજકાલની હાળમારીવાળી લાઈફમાં લોકો સવારે ઉઠતાં કેટલીક એવી ભુલો કરે છે જે તેમનો આખો દિવસ બરબાદ કરી નાખે છે.
શું તમે પણ સાવરે ઉઠ્યા બાદ હમેશા ખરાબ મુડમાં રહો છો? શું તમે નાસ્તો નથી કરતાં? સવારમાં ચિડિયાપણું લાગે છે, આળસ આવે છે તો અહીં જણાવેલી આ 7 ભુલો તમે પણ ચોક્કસ કરતાં હશો. તો જાણી લો કે તે ભુલો કઈ છે જે મોટાભાગના લોકો સવારે કરે છે. જેથી તેમનો આખો દિવસ ખરાબ વિતે છે અને સાથે જ તેના કારણે લાંબા ગાળે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. અહીં જણાવેલી આ બાબતો જાણીને તમે આવી ભુલોથી બચી શકશો.
1-સવારે ઉઠીને તરત જ જીમ જવુઃ-
સવારે ઉઠીને ધીરે-ધીરે કામ શરૂ કરવું જોઇએ. સવારે પોતાના શરીરની માંસપેશીઓને ધીરે-ધીરે ક્રિયામાં લાવવી અને આરામથી જાગવું. ઉઠ્યા પછી જમણી તરફ ફરીને ઉભા થવું. જમણી બાજુથી ફરીને જાગવાથી શરીરમાં એનર્જીને બેલેન્સ થવામાં મદદ મળે છે જે આપણે સૂતા હોઇએ ત્યારે અવિકસિત હોય છે.
2- સ્ટ્રેચ (આળસથી શરીરમાં ખેંચાણ) ન કરવું
જ્યારે આપણે સૂઇને ઉઠીએ છીએ ત્યારે આપણી માંસપેશીઓ, ખાસ કરીને સ્પાઇન સ્ટિફ થઇ જાય છે. જો ઉઠ્યા પછી આપણે સ્ટ્રેચ ન કરીએ તો આપણે આખો દિવસ સ્ટિફ જોઇન્ટ્સ એટલે કે, અકળાયેલા સાંધાઓ સાથે કામ કરીએ છીએ. આ રીતે અકળાયેલા સાંધાઓ સાથે કામ કરવાથી આપણો દિવસ એકદમ સુસ્ત રીતે પસાર થાય છે. આ માટે સવારે જ્યારે પણ તમે જાગો છો તો તમારે તમારા શરીરને થોડું સ્ટ્રેચ કરવું. જો તમારા ઘૂંટણો અને પિંડીઓ જકડાયેલી અનુભવો તો તેને પણ ધીરે રહીને સ્ટ્રેચ કરવી. ત્રણથી ચાર વાર સ્ટ્રેચ કરવાથી અને ઉંડો શ્વાસ લેવાથી અસર ચોક્કસ દેખાય આવે છે. જેથી મોટાબાગના લોકો સ્ટ્રેચ ન કરવાની ભુલ કરે છે.
3- દિવસની શરૂઆત ચા પીને કરવીઃ-
આજકાલ ચા સૌથી પ્રિય પીણું બની ગયું છે જે ઘરમાં તો સરળતાથી મળે જ છે પરંતુ રસ્તાઓ પર પણ ઢેર-ઢેર ચાની સ્ટોલ ઉપલબ્ધ થઈ ગયા છે. સારા મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા)નું રહસ્ય ચા નથી પરંતુ દિવસની શરૂઆત થોડી ખારી વસ્તુઓનું સેવન છે. દિવસની શરૂઆત એસિડિક વસ્તુઓ જેવી કે ખાંડ અને દૂધની સાથે ચા અને કોફીથી ન કરવી. સવારમાં પાણીમાં લીંબુ નાખીને પીવું જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. લીંબુ પાણીના સેવન પછી વાઇટ ટી અથવા ગ્રીન ટી પીવી જોઇએ. જેથી જીવનભર સ્વાસ્થ્ય બરકરાર રહે છે. પરંતુ મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ થાય છે.
4- ફોન ચેક કરવોઃ-
આજના સમયમાં તો નાના હોય કે મોટા આંખ ખુલતા જ સૌથી પહેલાં મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ છે અને મોબાઈલમાં આવેલા મેસેજ અને કેટલીક ચીટ-ચેટ સવારમાં જ મગજમાં તણાવની સ્થિતિ પેદા કરી દે છે. જેથી આખા દિવસ પર આડઅસર પડે છે. ક્યારેય દિવસની શરૂઆત મેઇલ ચેક કરવાથી અથવા કામનું પ્લાનિંગ કરવાથી ન કરવી. સવારે જાગીને તરત જ 2 કલાકની અંદર તમે આખા દિવસનું પ્લાનિગ કે બધી સમસ્યાનું નિવારણ નથી કાઢી શકતાં. સવારે ઉઠ્યા પછી તમારી એનર્જી સાચી અને સૌથી મહત્વપૂર્ણ જગ્યાએ લાગવી જાઇએ મોબાઇલ ફોન અને દિવસ દરમિયાનના કામની ચિંતા સવારે ન કરવી જોઇએ. સવારના 2 કલાકનો સમય એ માત્ર તમારા શરીરને જ તમારે સમર્પિત કરવો જોઇએ.
5- નાસ્તો ન કરવોઃ-
નિષ્ણાંતો મુજબ જે લોકો સવારે નાસ્તો નથી કરતા તે લોકોને હમેશાં એસિડીટી, ડાયાબિટીસ અને નબળી ઇમ્યુનિટીના શિકાર બને છે. જો તમે સવારે નાસ્તો નથી કરતા તો આ બીમારીઓનો શિકાર થવાની સંભાવનાઓ વધી જાય છે. સાથે જ, તમે દિવસભરમાં તમારા પેટમાં બહારનું જંકફૂડ નાખતા રહો છો. તમારે સવારે રાજા-મહારાજાઓની જેમ નાસ્તો કરવાની જરૂર નથી પરંતું થોડો હવળો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે.
6- સવારે ચિડિયાપણા સાથે જાગવુઃ-
ઘણા લોકો એટલા આળસુ સ્વભાવના હોય છે કે તે લોકો સવારે જાગતાની સાથે જ આસ-પાસના લોકોનો મૂડ ખરાબ કરે છે. આ લોકો માનસિક રીતે ખૂબ જ અસ્ત-વ્યસ્ત અને આળસુ પ્રકૃતિના હોય છે અને સવારે ઉઠતાં જ પોતાની જાતને વ્યસ્ત કરી દેતા હોય છે.
7-દિવસનું પ્લાનિંગ પહેલાથી ન કરવુઃ-
શું તમે સવારના કપડા અને ભોજન વિશે એક દિવસ પહેલાં પ્લાનિંગ કરો છો? તો આ તમારી સૌથી મોટી ભુલ છે. કારણ કે ક્યારેય આગલા દિવસે આગામી દિવસનું પ્લાનિંગ ન કરવું જોઈએ. એક લાંબા અને વ્યસ્ત દિવસ પછી બીજી સવાર માટે વિચારવું ખૂબ નિરસ અને થકવી દેનારું વાગે છે. પરંતુ સવારના ભોજનની પ્લાનિંગ કરી લેવી અને પોતાના કપડાં કાઢીને સાઈડ પર મૂકી દેવા અને સવારના નાસ્તા માટે રાતે જ તૈયારી કરી લેવી. જેથી સવારે દોડાદોડી ન થાય.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર