સ્ત્રીના ઉપકારોને ભગવાન પણ નથી ચૂકવી શકતા!!

women2

મોટા-મોટા સત્પુરુષો પણ કહી ચુક્યા છે કે સ્ત્રીઓને સમાજવી અને તેમના સ્વભાવને સમજવું ઘણું મુશ્કેલીનું કામ છે. આપણા સમાજમાં સ્ત્રીઓને સમ્માન આપવા માટે ટીપીકલ ચર્ચાઓ થતી હોય છે. માનવામાં આવે છે સારા ચરિત્રવાળી સ્ત્રીઓ પોતાની આખી જિંદગીમાં જેટલા પણ દુઃખો સહન કરે છે અને પોતાના ઘરની જવાબદારીઓને એક પુરુષ કરતા પણ જેટલી સારી રીતે નિભાવે છે તેને ભગવાન પણ સલ્યુટ કરે છે.

મહિલાઓ ને પુરુષોની સરખામણીમાં ભગવાને ઘણી સહનશીલતા આપી છે. માનવામાં આવે છે સ્ત્રીઓ લગભગ દરેક કામોને સારામાં સારી રીતે કરવાની એબિલીટી ઘરાવે છે.

સારા ચરિત્ર વાળી સ્ત્રીઓની વાણી કોમળ અને મધુર હોય છે. પુરુષ કરતા મહિલામાં ચાર ગણી શરમનો ભાવ હોય છે જયારે સાહસ નો ગુણ એક પુરુષ કરતા છ ગણો વધારે હોય છે તેવું ભારતીય મહાત્મા આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું છે.

સ્ત્રીઓ વિશેની એક ખાસવાત એ છે કે કોઇપણ પુરુષ નું ઘર એક સ્ત્રીને કારણે જ વસે છે. તેથી જ નારીઓમાં કુળગુણ અને સહદયતા નો ગુણ હોવો જરૂરી છે. ઘરતી માંથી નીકળનાર જળ શુદ્ધ, પવિત્ર હોય છે તેવી જ રીતે પતિવ્રતા નારી સદા શુદ્ધ અને પવિત્ર હોય છે.

પોતાની લાઈફમાં અનેક એવી કઠણ પરીસ્થિતિ આવે છે જેણે સરળ રીતે સમજીને અને સહન કરીને પાર પાડી શકે તે જ યોગ્ય સ્ત્રી બને છે.  સ્ત્રીની સહુથી મોટી સુંદરતા તેનુ  સ્ત્રી હોવુ જ છે.

સ્ત્રીઓ કશું જ નથી ભૂલતી, બસ એ એવું જાહેર કરે છે કે એ બધું જ ભૂલી ગઈ છે. જો એ એવું ના કરે તો એનું જીવવું મુશ્કેલ થઈ જાય છે.

લોકો કહે કે સ્ત્રી નુ કોઈ ઘર નથી હોતુ, પણ વ્હાલા…. હકીકત તો એ છે કે કોઈ સ્ત્રી વીના નુ ઘર, ઘર નથી હોતુ.

“સ્ત્રી…એટલે, બુદ્ધિ થી બહાર સમજ બહારનું વ્યક્તિત્વ અને પ્રેમથી વિચારો તો સાવ સરળ અસ્તિત્વ….!” તો મિત્રો, ભગવાન ની જેમ આપણે પણ દરેક મહિલાઓ ને સલામ કરીએ.

Comments

comments


10,756 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3