જાણો Apple smartphone નું રહસ્ય

It was Steve Jobs stole the idea, Sony's design copied Apple Product

સોનીએ ભારતીય બજારમાં પોતાનો સસ્તો વોટરપ્રુફ સ્માર્ટફોન એક્સપીરિયા M4 એક્વા લોન્ચ કર્યો છે. કંપનીએ તેની કિંમત 24,990 રૂપિયા રાખી છે. સાથે સાથે સેલ્ફી સીરિજમાં પણ એક નવો સ્માર્ટફોન એક્સપીરિયા C4 લોન્ચ કર્યો છે. ભારતીય બજારમાં સોની ટોપ 10 કંપનીઓમાં લિસ્ટેડ છે. તેમ છતા જ્યારે પણ મોંઘા સ્માર્ટફોનની જ્યારે પણ વાત આવે છે ત્યારે યુઝર્સ એપલ, સેમસંગ જેવી કંપનીઓને સિલેક્ટ કરે છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે દુનિયાની નંબર વન બની ચુકેલી કંપની એપલે સોનીની ડિઝાઇનને ફોલો કરી હતી.

સ્ટીવ જોબ્સ ફ્યુચર ટેક્નોલોજીને સમજતા હતા એટલા માટે તેમણે એપલના આઇપેડ, આઇફોન, આઇમેક, આઇપોડ જેવા ડિવાઇસ લોન્ચ કર્યા. તેમણે આઇટ્યુનની મદદથી મ્યુઝિક ઇંડસ્ટ્રીને મોટો ફેરફાર કર્યો. સ્ટીવે જ્યારે આઇપેડને દુનિયાભરમાં લોન્ચ કરીને મ્યુઝિક વર્લ્ડમાં એક નવી ક્રાન્તી લાન્યા હતા. કેટલાક લોકોએ એટલે સુધી કહ્યુ હતુ કે સ્ટીવે પોતાના આ નવા ડીવાઇસથી લોકોમાં મ્યુઝિક પ્રત્યે લગાવ થવા લાગ્યો છે.

It was Steve Jobs stole the idea, Sony's design copied Apple Product

જો કે એપલની આ પ્રોડક્ટ જાપાની કંપની સોની પ્રેરીત હતી. જો કે સ્ટીવ વ્યક્તિગત રીતે જાપાનના અકિયો મોરિતા જો એ વખતે સોની કંપનીના CEOથી પ્રેરિત હતા. તે દિવસોમાં એકિયો દુનિયા ભરમાં પોપ્યુલર હતા. તેમણે નવી પ્રોડક્ટના ઇન્વેન્સનથી સોનીને જાપાનની નંબર વન કંપની બનાવી દીઘી હતી. કંપની દ્વારા તેમની ટેક્નીકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે. એજ કારણ હતુ કે સ્ટીવ જોબ્સ એપલની પ્રોડક્ટને સોની જેવી બનાવવા માંગતા હતા.

1980 માં સ્ટીવ જાપાનની મુલાકાતે ગયા હતા. તે સમયે જાપાનમાં સોની ડિઝિટલ રિવોલ્યુશન લાવી ચુક્યુ હતુ. તેના પોર્ટેબલ CD અને કેસેટ પ્લેયર જેવે વોકમેન કહેવામાં આવતુ હતુ. કેટલાય લોકો પાસે જોવા મલી રહ્યા હતા. લોકોને પોર્ટેબલ પ્લેયર્સ હેડફોન સાથે ઉપયોગ કરવાનો આઇડિયા સ્ટીવને ખુબજ પસંદ આવ્યો. દે વખતે તેમણે જોયુ કે સોનીના કર્મચારીઓ અને રસ્તા પર ફરતા લોકના કરડા એક જેવા જ છે. જ્યારે આ વાત વિશે સ્ટીવે અકિયોનુ પુછ્યુ ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ કર્મચારીઓ પાસે પહેરવા માટે કપડા નહોતા. એવામાં કંપની તેમને પહેરવા માટે યુનિફોર્મ આપતી હતી. જેથી કંપનીમાં કામ કરતા કર્મચારી અને સ્ટુડેન્ટ્સના એક જેવા યુનિફોર્મ રહેતા હતા. આ વાતનુ જાપાનના ઇતિહાસમાં બહુ મોટુ મહત્વ છે.

It was Steve Jobs stole the idea, Sony's design copied Apple Product

ડ્રેસનો આઇડિયા સ્ટિવને ખુબજ પસંદ આવ્યો તેમને પણ પોતાની એપલ કંપનીમાં લાગુ કરવા માટેનુ મન બનાવ્યુ પરંતુ એક જેવો ડ્રેસ પહેરવાની લાત અમેરિકન કર્મચારીઓના પલ્લેના પડી. જો કે ત્યાર બાદ સ્ટીવે પોતાના માટે આઇસે મિયાકે (Issey Miyake) ટોપ જે એખ ડિઝઇનર શર્ટ સિવડાવ્યો અને તે પહેર્યો જ્યારે સ્ટીવ પાછા ફર્યા ત્યારે અકિયો મોરિતાએ તેમને સોનીનુ એક ફેમસ વોકમેન ગિફ્ટ કર્યુ હતુ. ઘરે પાછા ફર્યા બાદ સ્ટીવે નક્કી કર્યુ હતુ કે સોની જેવી પરંતુ તેનીથી વધારે સારા ડિવાઇસ ડિઝાઇન કરીશુ. બસ ત્યાર બાદ તમણે આઇપોડ તૈયાર કર્યુ. એક સમયે એપલે સોનીના વોકમેનથી પ્રભાવિથ થઇને પોતાની પ્રોડક્ટ ડિઝાઇન કરી હતી. પરંતુ આજે કમાઇ મામલે સોની એપલથી ક્યાય પાછળ રહી ગઇ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,512 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 4