સ્ટાર્ટરમાં બનાવો સ્વાદિષ્ટ ચીઝી બોલ્સ

સામગ્રી

IMG_9367

*  ૨ ટીસ્પૂન બટર,

*  ૨ ટીસ્પૂન મેંદાનો લોટ,

*  ૧૧/૨ કપ દૂધ,

*  ૧ કપ બાફેલ અને ટુકડા કરેલ પાસ્તા,

*  ૧/૨ કપ છીણેલ પ્રોસેસ ચીઝ,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,

*  ૧ ટીસ્પૂન સમારેલ સેલેરી,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ પણ મેંદાનો લોટ,

*  ૩/૪ કપ પાણી,

*  ૧/૨ કપ બ્રેડનો ભુક્કો.

રીત

બોલ્સ બનાવવા માટે તવીમાં બટર અને મેંદાનો લોટ નાખી ૨ થી ૩ મિનીટ સુધી સૌતે કરવું. પછી આમાં દૂધ નાખીને સતત હલાવવું, જેથી સોસ જેવું મિશ્રણ બનશે. આને લગભગ ૬ થી ૭ મિનીટ સુધી હલાવતા રહેવું.

હવે આ સોસ જેવા મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી તે ઠંડુ પડે એટલે તેમાં બાફેલ અને ટુકડા કરેલ પાસ્તા, છીણેલ પ્રોસેસ ચીઝ, બારીક સમારેલ કોથમીર, સમારેલ સેલેરી, બારીક સમારેલ લીલા મરચા અને સ્વાદાનુસાર મીઠું નાખીને હાથોથી મિશ્રણ મિક્સ કરવું.

પછી આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઇ હથેળીમાં મુકીને ગોળ બોલ્સ બનાવવા. હવે એક બાઉલમાં મેંદાના લોટમાં પાણી નાખી મિક્સ કરશો એટલે એક મિક્સચર બનશે.

ત્યારબાદ આ ગોળ બોલ્સને એકએક કરીને પહેલા મેંદાના લોટમાં રગદોળવા અને બાદમાં બ્રેડના ભુક્કામાં આ બોલ્સ નાખવા. હવે આ બોલ્સને તેલમાં તળવા. બાદમાં આ સ્વાદિષ્ટ બોલ્સને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરવા.

Comments

comments


5,777 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 + = 8