સામગ્રી
* ૨ ટેબલ સ્પૂન મેંદો,
* ૨ ટેબલ સ્પૂન કોર્નફલોર,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૪ કપ પાણી,
* ૨ કપ પનીરના પીસ,
* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,
* ૨ ચીર કરેલ લીલા મરચા,
* ૧ ટેબલ સ્પૂન ખમણેલું આદું,
* ૧ ટેબલ સ્પૂન સમારેલ લસણ,
* ૧/૨ કપ સમારેલ વ્હાઈટ ઓનિયન,
* ૧ ટેબલ સ્પૂન સોયા સોસ,
* ૧ ટેબલ સ્પૂન ચીલી સોસ,
* ૧/૨ ટેબલ સ્પૂન વિનેગાર,
* ૧/૪ કપ સમારેલ ગ્રીન સ્પ્રિંગ ઓનિયન.
રીત
બેટર બનાવવા માટે એક બાઉલમાં મેંદો, કોર્નફલોર, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. હવે આમાં પનીરના પીસ નાખીને મિક્સ કરવું.
ત્યારબાદ આને ફ્રાય કરવા માટે તવામાં તેલ નાખીને ગરમ થાય એટલે પનીરના ટુકડા નાખી ફ્રાય કરવા. આને આછા બ્રાઉન રંગના થવા દેવા.
હવે નોનસ્ટીક પેનમાં ઓઈલ, ચીર કરેલ લીલા મરચા, ખમણેલું આદું, સમારેલ લસણ નાખી બરાબર મિક્સ કરવું. પછી સમારેલ વ્હાઈટ ઓનિયન નાખીને હલાવવું. ત્યારબાદ સ્વાદાનુસાર મીઠુ નાખી મિક્સ કરીને ફ્રાય કરેલ પનીરના પીસ, સોયા સોસ, ચીલી સોસ અને વિનેગાર નાખીને બરાબર હલાવવું. તો તૈયાર છે ચીલી પનીર ફ્રાય. આને ગાર્નીશ કરવા માટે સમારેલ ગ્રીન સ્પ્રિંગ ઓનિયન નાખી શકો છો.