ડ્રાય સ્કિન અને ડ્રાય હેર એ વિન્ટરની મુખ્ય સમસ્યા છે. જોકે એવી ઘણી સરળ ટિપ્સ છે જેનાથી તમે ઘરે બેઠા આ સમસ્યાને બહુ આસાનીથી ઉકેલી શકો છો. બસ જરૂર છે કિચનમાં ઉપયોગી થતાં પદાર્થના સૌંદર્યવર્ધક ગુણો જાણવાની
એક્સ્ટ્રીમલી ડ્રાય સ્કિન
ચાર ટેબલસ્પૂન એલોવેરા જેલમાં એક ટીસ્પૂન ગ્લિસરીન ઉમેરીને મિક્સ કરી દો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. ત્રીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. એલોવેરા પાવરફુલ મોઇશ્ચરાઇઝર છે. તે સ્કિનમાં જરૂરી મોઇશ્ચરનું બેલેન્સ બનાવે છે.
ડ્રાય એન્ડ ડલ સ્કિન
જો તમારી સ્કિન ડ્રાય અને ડલ થઈ ગઈ હોય તો સરળ ઘરેલુ ઉપાયથી તેને ફરી ગ્લોઇંગ અને સ્મૂધ બનાવી શકાય છે. ગાજર, કોબીજ અને બીટને બાફી લો અને બાફેલા પાણીને ઠંડું પડવા દો. ત્યારબાદ આ પાણીને ચહેરા પર લગાવો. બાફેલાં શાકભાજીનો માવો કરીને તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરો. ગાજર વિટામિન એ થી ભરપૂર છે. કોબીજમાં મિનરલ્સ છે. બીટ ક્લીન્ઝરનું કામ કરે છે. આ પ્રયોગ વીકમાં એકથી બે વખત કરો. ડ્રાય અને ડલ સ્કિન ફરી ગ્લોઇંગ અને સ્મૂધ બની જશે.
ડ્રાય સ્કિન
ડ્રાય સ્કિન માટે ઈંડાની જરદી, એલોવેરા જેલ અને લીંબુનો રસ મિક્સ કરો. પછી સારી રીતે પેસ્ટ બનાવીને આ મિશ્રણને ચહેરા પર લગાવો. વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. આ પ્રયોગ વીકમાં એકથી બે વખત કરો. ડ્રાય સ્કિનમાં રાહત મળશે.
પિમ્પલ
પિમ્પલથી હંમેશ માટે છુટકારો મેળવવા માટે તજનો પાઉડર, મેથીનો પાઉડર અને મધને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખીલ પર લગાવો અને બે કલાક બાદ ચહેરાને ધોઈ લો. નિયમિત આ પ્રયોગ કરવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળશે.
ડ્રાય હેર
ડ્રાય હેરને શાઇની અને સિલ્કી બનાવવા માટે અડધા કપ દૂધમાં મધ ઉમેરીને વાળ પર લગાવો. અડધા કલાક બાદ હૂંફાળા પાણીથી વાળ ધોઈ લો. આ પ્રયોગ વીકમાં એક વાર ચોક્કસ કરો.
ડલ એન્ડ ડ્રાય હેર
એક ટીસ્પૂન વિનેગરમાં ઈંડાની જરદી અને ગ્લિસરીનને મિક્સ કરીને વાળ પર લગાવો. ૨૦ મિનિટ બાદ વાળ ધોઈ લો. વીકમાં એક વાર આ પ્રયોગ કરવાથી વાળની ક્વોલિટી સુધરશે.
વાળને પોષણ આપતું મસાજ
વાળને મસાજ કરવાથી વાળની ક્વોલિટી સુધરે છે અને ડ્રાયનેસ પણ દૂર થાય છે. મેયોનિઝમાં ઈંડાની જરદી ઉમેરી, સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટથી વાળમાં વીકમાં બે વખત મસાજ કરો અને અડધા કલાક બાદ ધોઈ લો.