વિશ્વના સૌથી અમીર એથ્લેટ ફ્લોયડ મેયવેદરને ઓસ્ટ્રેલિયાએ વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. આટલું જ નહી તેના ઓસ્ટ્રેલિયા પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ વાતની પૃષ્ટી ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટના આસિસટન્ટ મિનિસ્ટર મિશૈલિયા ક્રેશે કરી છે. તેમણે કહ્યું હતું કે હા આ વાત સાચી છે. ફ્લોયડ વેયવેદરને વિઝા આપવામાં આવ્યા નથી. તેનો ક્રિમનલ રેકોર્ડ છે અને અમે નથી ઇચ્છતા કે કોઈ વિદેશી નાગરિકના કારણે ઓસ્ટ્રેલિયાના લોકોને પરેશાની થાય. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયનને ઓસ્ટ્રેલિયાના ઇમીગ્રેશન એક્ટ-1958 પ્રમાણે વિઝા આપવામાં આવ્યા નથી. ઉલ્લેખનિય છે કે ફ્લોયડ મેયવેદર અને મૈની પૈક્યુઓ વચ્ચે 2 મે ના રોજ વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપનો મુકાબલો થવાનો છે. ઓસ્ટ્રેલિયામાં નહી જઈ શકે તો તેને 62 અરબ રૂપિયાનું નુકશાન થશે.
37 વર્ષના સ્ટાર બોક્સર મેયવેદરને 2012માં પૂર્વ ગર્લફ્રેન્ડ શૈંટલ જેક્સનને પોતાના બાળકો સામે પિટાઈ કરી હતી અને ગાળો પણ આપી હતી. શૈંટલની ફરિયાદના આધારે યૂએસ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ મામલમાં તેને બે મહિના જેલમાં રહેવું પડ્યું હતું. લક્ઝરી લાઇફના શોખીન મેયવેદર સામે અન્ય ચાર મહિલા મિત્રો સાથે ગેરવર્તુણકનો મામલો પણ નોંધાયેલો છે.
થશે 62 અરબનું નુકશાન
5 અને 6 ફેબ્રુઆરીના રોજ ફ્લોયડને મેલબોર્ન અને સિડનીમાં રોકાવાનું હતું. આ સમયે મેલબોર્નમાં આવેલા ક્રાઉન કેસિનોમાં તેના અને મૈની પૈક્યુઓ વચ્ચે મે મહિનામાં રમાનાર સુપર ફાઇટની સત્તાવાર જાહેરાત થવાની હતી. આ ફાઇટમાં અત્યાર સુધી એકપણ વખત ન હારનાર મેયવેદરને લગભગ 62 અરબ રૂપિયાની(61,780,450,000 રૂપિયા) કમાણી થાય તેવો અંદાજ છે. જો આ ફાઇટન નહી થાય તે તેને નુકશાન થશે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર