ભારતમાં લોકો વર્ષોથી સોપારીનો ઉપયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં કરતા આવ્યા છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક અવસરો ઉપર તેની એક ખાસ જગ્યા રહી છે. સોપારીને પૂજા સામગ્રીના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. સોપારી આયુર્વેદમાં અનેક પેટના રોગો જેવા કે ગેસ, સોજો, કબજિયાત, પેટના કીડા વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.
સોપારીમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનની સાથે જ મિનરલ્સ પણ મોજુદ હોયછે. સાથે જ ટૈનિન, ગેલિક એસિડ અને લિગનિન પણ જોવા મળે છે. સોપારીની આ ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને જ ચાલો આજે જાણીએ સોપારીના ઉપયોગ બીમારીના ઉપચારમાં કંઈ રીતે કરવામાં આવે છે.
દાંતોની પીળાશ દૂર કરી દાંત ચમકાવવા માટેઃ
3 સોપારીને શેકી લો. પછી શેકેલી સોપારીને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુ રસના 5 ટીપા નાખો અને એક ગ્રામ કાળુ મીઠું મેળવી લો. રોજ દિવસમાં બે વાર આ મિશ્રણથી પોતાના દાંતની સફાઈ કરો. એક અઠવાડિયામાં દાંત ચમકવા લાગશે.
-સોપારી પચવામાં ભારે, ઠંડી, રૂક્ષ અને તુરી હોય છે.
-જુની અને પાકેલી સોપારી કફ અને પિત્ત દુર કરે છે.
-સોપારી કામોત્તેજક હોય છે, તેમ જ પેશાબની વિકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે.
-ચીકણી સોપારીનું દોઢ ગ્રામ ચુર્ણ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે.
-સોપારીના ચુર્ણ વડે પકાવેલા તેલની માલીશ કરવાથી કટીવાત (બૅકપેઈન) મટે છે.
-ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ. કૃમી રોગમાં થોડી વધુ લઈ શકાય.
-કૃમી થયા હોય તો સોપારીનો ભુકો ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ-ચાર વાર લેવો.
-વધુ પડતી સોપારી ખાવાથી ઉધરસ થાય છે, લકવો કે મોંનું કેન્સર પણ થઈ શકે છે.
ડાયાબિટીસમાં:
ડાયાબિટીસને કારણે અનેક લોકો વારંવાર મુખ સૂકાઈ જવાની સમસ્યા થાય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો જ્યારે પણ મુખ સૂકાઈ જાય ત્યારે સોપારીનો એક ટુકડો મુખમાં રાખો. એવા લોકોને આ સ્થિતિથી બચવા માટે સોપારી ખૂબ જ મદદ કરે છે, કારણ કે ચાવવાથી મોટી માત્રામાં સ્લાઈવા બહાર આવે છે.
દાંતને સડાથી બચાવવા માટેઃ
સોપારીમાં એન્ટી-બેક્ટેરિયાલ ગુણ હોય છે. તેને કારણે તેનો ઉપયોગ દાંતનો સડો રોકવા માટે પણ મંજનના રૂપમાં કરવામાં આવે છે. દાંતમાં કીડા થઈ ગયા હોય ત્યારે સોપારીને બાળીને તેનું મંજન બનાવી લો. રોજ તેનાથી મંજન કરો, ફાયદો થશે.
સ્ક્રિઝોફ્રેનિયાને દૂર કરેઃ
સ્ક્રિઝોફ્રેનિયા એક પ્રકારની મગજની બીમારી છે. આ બીમારીના લક્ષણોને સોપારીના સેવનથી ઓછું કરી શકાય છે. એક તાજા સંશોધન પ્રમાણે આ બીમારીમાં જે દર્દીઓ સોપારીનું સેવન કરે છે તેના લક્ષણોમાં સુધારો થાય છે.
હાઈ બ્લડપ્રેશરમાં લાભદાયકઃ
સોપારી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. એક સંશોધન પ્રમાણે એ વાત સામે આવી છે કે સોપારીમાં રહેલ ટૈનિન નામનું તત્વ એન્જિયોટેનસિન હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં ઉપયોગી છે.
ડિપ્રેશન દૂર થાય છેઃ
સોપારી ખાવાથી તંત્રિકા તંત્ર ઉત્તેજીત થાય છે. તે સિવાય સોપારી ઉપર થયેલા એક સંશોધન પ્રમાણે એ વાત સામે આવે છે કે તેને ચાવવાથી તણાવ મહેસૂસ થતો નથી.
ઘા ભરી દે છેઃ
સોપારીનો ઉકાળો બનાવીને ઘાવ ઉપર લગાવો. તેનું બારિક ચુર્ણને લગાવવાથી પણ લોહી આવવાનું બંધ થઈ જાય છે. થોડીવારમાં ઘાવ રુઝાવા લાગે છે.
સ્કિન પ્રોબ્લેમમાં રામબાણ છેઃ
સોપારી સ્કિન પ્રોબ્લેમને દૂર કરવામાં ખૂબ જ મદદગાર હોય છે. દાદર, ખુજલી, ખાજ અને ચકામા થાય ત્યારે સોપારીને પાણીની સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થાય છે. ખૂબ જ વધુ ખંજવાળ આવી રહી હોયતો સોપારીની રાખને તલના તેલમાં મેળવીને લગાવવાથી લાભ થાય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર