માનો મજા સોન પાપડી ની

soan papdi

સામગ્રી:

  • બેસન 1 1/2 કપ
  • મૈદો 1 1/2 કપ
  • દૂધ 2 કપ,
  • ખાંડ 2 1/2 કપ
  • ઈલાયચી પાવડર – 1 ચમચી
  • પાણી દોઢ કપ
  • પોલીથીન શીટ દોઢ કપ.
  • ઘી – 250 ગ્રામ

soan-papdi

બનાવવાની રીત –

બંને લોટને મિક્સ કરો. એક જાડા તળિયાની કઢાઈમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમા મિક્સ લોટ નાખીને સોનેરી થતા સુધી સેકો. હવે આ મિશ્રણને નીચે ઉતારી ઠંડુ થવા દો અને વચ્ચે વચ્ચે ઘીરેથી હલાવતા રહો. બીજી બાજુ પાણી, દૂધ અને ખાંડને મિક્સ કરી ગેસ પર ચઢાવો અને 2 1/2 (અઢી તાર)તારની ચાસણી બનાવી ઓ. આ ચાસણીને એકસાથે જ લોટના મિશ્રણમાં નાખી દો. હવે એક મોટા કાંટાવાળી ચમચીથી આ મિશ્રણ પર ત્યાં સુધી મારતા રહો જ્યા સુધી તે મિશ્રણ સોન પાપડી જેવુ ન દેખાવા લાગે. હવે તેને એક ઘી લગાવેલ થાળીમાં પાથરી તેના પર પ્લાસ્ટિક મુકીને રોલ કરો. તેમા ઘીરેથી ઈલાયચી પાવડર ભભરાવી દો. આ સોન રોલ કરેલ મિશ્રણને ધીરેથી દબાવો. હવે તેના ટુકડા કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તૈયાર છે સોન પાપડી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,400 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 3