તમે સોનાથી જડેલ દાગીના, મૂર્તિઓ વગેરે જોયું હશે પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વિશાળકાય વિમાન પણ સોનાનું હોય શકે?
વેલ, જયારે સંપૂર્ણ સોનાથી બનેલ એટીએમ મશીન ની વાત આવે ત્યારે આપણને દુબઈના શેખો યાદ આવે ખરુને? તેવી જ રીતે જયારે સુલતાનની વાત આવે ત્યારે ગલ્ફ કન્ટ્રીના (ખાડી) અમીર સુલતાનનો ખ્યાલ સૌપ્રથમ આપણા માઈન્ડમાં આવે.
જોકે, બ્રુનેઈના સુલતાન ‘હસ્નલ’ પાસે સોનાથી સજ્જ એવી ગાડીયો, ડાયમંડની કાર્સ, સોનાથી બનેલ ટોઇલેટ વગેરે છે. આ બધા સાથે અમે તમને અમારા અગાઉના લેખથી રૂબરૂ કરાવી ચુક્યા છીએ. તેવામાં હાલમાં એક નવા સુલતાનનું નામ બહાર આવ્યું છે, જેઓ જીવે છે રાજશાહી અને લેવિશ લાઈફસ્ટાઈલ.
રોયલ લાઈફ જીવનાર આ સુલતાનનું નામ ‘સુલતાન ઈસ્માઈલ ઈબ્રાહીમ’ છે, જેઓ મલેશિયા દેશના છે. ઈસ્માઈલ અત્યારે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. એવામાં જ્યારે તેઓ સ્વર્ણ યુક્ત વિમાન જયારે લઈને એરપોર્ટ પર પહોચ્યા ત્યારે જોનાર બધા લોકોની આંખ પહોળીને પહોળી જ રહી ગઈ.
ઉપરાંત આ ખબર આખી દુનિયામાં છવાઈ ગઈ. આમના પહેલા કદાચ બીજા કોઈ સુલતાન પાસે ગોલ્ડ પ્લેન નહિ હોય. ગોલ્ડ જેટ સાથે 57 વર્ષીય ઈસ્માઈલ પોતાની પત્ની રઝા ઝરીથ સોફિયાની સાથે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પહોચ્યા હતા. તેઓ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પોતાનો ભવ્ય મહેલ (હોલીડે હોમ) બનાવી રહ્યા છે.
આ વિમાનની કિંમત સો મીલીયન ડોલર એટલે કે 668 કરોડ ડોલર જણાવવામાં આવે છે. ઈસ્માઈલને આ વિમાન બનાવડાવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. ઈસ્માઈલની કુલ સંપતિ એક અરબ ડોલર જણાવવામાં આવે છે. આ વિમાનમાં ડાઇનિંગ રૂમ, બેડરૂમ, શાવર અને ત્રણ રસોડાં વગેરેનો સમાવેશ થાય છે