મહાબળેશ્વરને મહારાષ્ટ્રમાં હિલ સ્ટેશનની રાણી કહેવામાં આવે છે. પ્રવાસીઓ માટે આ હિલ સ્ટેશન સ્વર્ગ સમાન છે. 1372 મીટરની ઉંચાઈ પર સ્થિત મહાબળેશ્વરમાં તમે રેલ, રોડ અને એર ટ્રાવેલ્સ દ્વારા મુંબઈ કે પુણેથી જઈ શકો છો.
સૌથી વધારે ઉંચાઈ પર સ્થિત આ સ્થળ પર્યટકો વચ્ચે લોકપ્રિય અને સોંદર્યથી ભરપૂર પર્વતીય સ્થળ છે. મહાબળેશ્વર બ્રિટિશકાળમાં બોમ્બે પ્રેસિડન્સી ગ્રીષ્મકાલીન ની રાજધાની હતી. મહાબળેશ્વરની લીલીછમ હરિયાળીઓ લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે.
સહ્યાદ્રી પર્વતમાળા માંથી ઉદભવેલ કૃષ્ણ નદીનું અહી ઉદ્ભવ સ્થાન છે. આ નદી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશથી પસાર થઇ બંગાળના અખાતમાં પડે છે. તમારા વેકેશન ને યાદગાર બનાવવું હોય તો તમે આ મનોહર સ્થળે જઈ શકો છો. ચારેબાજુ પહાડોની વચ્ચે અને ખુબજ સુંદર નઝારાઓની વચ્ચે મહાબળેશ્વર ઘેરાયેલ છે.
કૃષ્ણ નદીનું ઉદગમ સ્થળ
પ્રાચીનકાળમાં કૃષ્ણ નદી અને તેની ચાર મુખ્ય ઉપનદીઓના ઉદગમ સ્થળની માન્યતા રૂપે આ સ્થળને હિંદુની તીર્થસ્થાન માનવામાં આવે છે. અંગ્રેજોએ આ વિસ્તારમાં શોધખોળ કરી અને 1828 માં એક પર્વતીય સ્થળ તરીકે આધુનિક નગરની સ્થાપના કરવામાં આવી હતી.
સ્ટ્રોબેરી ફાર્મની મજા
મહાબળેશ્વર એટલે કે સ્ટ્રોબેરી, મલબેરી અને રાસબેરી. મહાબળેશ્વરનું આ સુંદર સ્વપ્નીલ હિલ સ્ટેશનમાં મહાબળેશ્વરની પ્રસિદ્ધિ છે ખુબ વધારે ફળોની મીઠાશનો સ્વાદ. અહીના રસ્તાઓમાં આ બધી જગ્યાએ જોવા મળે છે. મહાબળેશ્વર ની આસપાસ મોટા મોટા સ્ટ્રોબેરીના બગીચા છે. જ્યૂસ, કેન્ડી અને જામની લોકપ્રિય બ્રાંડ મેપ્રો મહાબળેશ્વરની જ છે.
વિપુલ માત્રામાં થતી અહીની સ્ટ્રોબેરીને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવે છે. મહાબળેશ્વરનું ક્લાઇમેટ (આબોહવા) સ્ટ્રોબેરીની ખેતી માટે અનુકુળ છે. અહી પર્યટકોને ફરાવનાર તમામ કારો અને બસ પ્રવાસીઓને સ્ટ્રોબેરી ગાર્ડનમાં ચોકકસ લઇ જાય છે. અહી સ્ટ્રોબેરીનો મોસમ ફેબ્રુઆરી થી મે દરમિયાન રહે છે.
મહાબળેશ્વર માં જોવાલાયક
મહાબળેશ્વર માં લિંગમાલા વોટરફોલ, વેન્ના લૅક, ઓલ્ડ મહાબળેશ્વર ટેમ્પલ, મેહેર બાબાના ગુફાઓ, રોબર્સ કેવ, કમલનગર કિલ્લો અને હેરિસન ફોલ જોવાલાયક છે. મહાબળેશ્વરમાં ઘણા સ્થળો દર્શનીય છે અને બધાની અલગ અલગ વિશેષતાઓ છે. અહીનું બેવિંગટન પોઇન્ટ જોવાલાયક છે.
મહાબળેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક મંદિર છે જે સ્થાનીય લોકોની વચ્ચે ‘પંચગાના’ ના નામથી લોકપ્રિય છે. જેનો અર્થ છે ‘પાંચ નદીઓ’ આ પાંચ નદીઓના નામ કૃષ્ણ, કોન્યા, યેનના, ગાયત્રી અને સાવિત્રી છે. ખરેખર, આ પાંચ નદીઓને મહાબળેશ્વરનો આધાર માનવામાં આવે છે. અહીના ખીણો, જંગલો, ધોધ અને તળાવો યાત્રીઓની થકાવટ ને દુર કરી દે છે. અહીના એલિફન્ટ પોઇન્ટ, માર્જોરી પોઇન્ટ, કેસલ રોક અને મુંબઇ પોઇન્ટ જોવાનું ન ચૂકશો.