સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી ગ્રાન્ડ મેક્સ, જાણો તેના ફિચર વિશે

Samsaung Galaxy Grend max camara

આંતરરાષ્ટ્રીય ટેક શો સીઇએસ 2015 લાસવેગાસમાં જ્યાં તમામ કંપનીઓ એક પછી એક નવા ડિવાઇસ પ્રસ્તુત કરી રહી છે. ત્યાં વિશ્વ પ્રસિદ્ધ કંપની સેમસંગ પણ પાછળ નથી. હાલમાં સેમસંગે આ ટેક શો દરમ્યાન પોતાના સ્માર્ટફોન ‘ગેલેક્સી ગ્રાન્ડ મેક્સ’ ઉપરથી પડદો ઉઠાવ્યો છે.

સેમસંગના આ ફોન માટે ગ્રાહકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. કંપનીએ અગાઉ કરેલા વાયદા પ્રમાણે આ ફોન આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર 9 જાન્યુઆરીથી વેચાણ ઉતારી દેવામાં આવશે. આ ફોનની કિંમત ઉપર નજર કરીએ તો 21,200 નક્કી કરવામાં આવી છે, પરંતુ ભારતમાં આ ફોન ક્યારે વેચાણ માટે આવશે એની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

Samsaung Galaxy Grend max camaraસેમસંગના ગેલેક્સી ગ્રાન્ડ મેક્સ કેટલીક વિશેષતાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના બેક પેનલ ઉપર નવા ક્વિલ્ટેડ પેટર્ન છે. આ ફોન 7.9એમએમ મોટો છે અને સાથે જ 5.25 ઇંચની એચડી ડિસ્પ્લે, 1.2 ગીગા ગટર્ઝ કોર પ્રોસેસર, 1.5 જીબી રેમ છે અને 2:500 એમએએચની બેટરી સાથે આવ્યો છે. સેમસંગ ગેલેક્સી ગ્રેન્ડ મેક્સ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન 4જી એલટીઇ કનેક્ટિવિટી અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરે છે.

Comments

comments


3,502 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 4