સેમસંગનો આ નવો સ્માર્ટફોન છે માત્ર 115 ગ્રામનો, બીજી ખાસિયત જાણવા કરો ક્લિક

તમે નવો ફોન કરવાનું વિચારી રહ્યાં છો? તો સેમસંગ દ્વારા આવતીકાલે શાનદાર ડિઝાઈન વાળો હેન્ડસેટ ગેલેક્સી આલ્ફા લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ફોન વજનમાં ખૂબ હલકો છે. આ ફોન બે મોડલમાં ઉપ્લબ્ધ છે અને તે એન્ડ્રોઈડ કિટકેટ આધારિત છે. આ ફોન ચારકોલ બ્લેક, ડેઝલિંગ વાઇટ, ફ્રોસ્ટેડ ગોલ્ડ, સ્લિક સિલ્વર અને સ્કુબા બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે તેમજ એમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર તેમજ રિમુવેબલ અદ્યતન બેક કવર એની ખાસિયત છે.

Samsung-Galaxy-Alpha-Black-600x424_2


ગેલેક્સી આલ્ફાની સ્ક્રીન 4.7 ઈંચની છે અને તે સુપર મોડલ ડિસ્પલે વાળો છે. ફોનનું રિઝોલ્યુશન 1280*720 પિક્સલનું છે. આ હેન્ડસેટનું વજન બેટરી સાથે માત્ર 115 ગ્રામ છે. આ ફોન ખૂબ પાતળો છે અને તેની પહોળાઈ 6.7 મિમી છે. કંપનીના આ ફોનમાં એગ્જિનોસ ઓક્ટા કોર પ્રોસેસર છે. ફોનની રેમ 2 જીબીની છે અને ચેમાં 32 જીબી ઈન્ટરનલ ROM છે. પરંતુ તેમાં કોઈ માઈક્રો એસડી સાર્ડનો સ્લોટ રાખવામાં આવ્યો નથી. ફોનના રિયર કેમેરા 12 એમપીનો ઓટો ફોકસ છે અને 2160 વીડિયો પ્રતિ 30 ફ્રેમની ઝડપથી શૂટ કરે છે. ફોનનો ફ્રેન્ટ કેમેરા 1 એમપીનો છે.

ફોનના અન્ય ફિચરમાં 3જી, વાઈ-ફાઈ, બ્લૂટ્રૂથ, જીપીએસ, હાર્ટ રેટ સેંસર અને ફિંગર પ્રીન્ટ સ્કેનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોનની બેટરી 1800 એમએએચની છે. કંપનીને હજુ સુધી ફોનની કિંમત વિશે કોઈ જાહેરાત નથી કરી. સેમસંગ ઓફિશિયલી આ ફોન આવતી કાલે લોન્ચ કરવામાં આવશે અને તે દિવસે તેની કિંમત વિશે પણ જાહેરાત કરાશે.

બન્યો છે વિવાદાસ્પદ મેટલનો

સેમસંગના આ નવા ફોનમાં મેટલનો વપરાશ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં એપલના નવા આઇફોન 6નું નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલ લોન્ચિંગના ગણતરીના દિવસોમાં જ તકલાદી સાબિત થયું છે અને એની ખામીઓના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હકીકતમાં હજારો રૂપિયાના ખર્ચે આ મોડલ લેનારા લોકો પેટ ભરીને પસ્તાય છે કારમ કે એની ડિઝાઇનમાં મોટી ખામી નજરે ચડે છે. હકીકતમાં આ ફોનમાં એલ્યુમિનીયમની બોડીનો વપરાશ કરાય છે જેના કારણે એના પર સ્હેજ ભાર પડે તો પણ એ વળી જાય છે. હવે સેમસંગમાં પણ પ્લાસ્ટિકના બદલે મેટલનો વપરાશ કરવાથી આવી કોઈ સમસ્યા ઉભી ન નહીં થાય એવી આશા રાખી શકાય.

સેમસંગ ગેલેક્સી આલ્ફાના કન્ફિગરેશન

Network LTE Cat.6 (300/50Mbps)
Display 4.7” HD Super AMOLED (1280 x 720)
AP Octa Core (Quad 1.8GHz + Quad 1.3GHz)
OS Android 4.4.4 (KitKat)
Camera 12MP (rear) + 2.1MP (front)
Camera Beauty Face, Dual Camera, HDR (High Dynamic Range),
Features Panorama, Selective Focus, Shot & More, Virtual Tour
Video UHD 4K (3840 x 2160) @30fps
Video Codec : H.263, H.264(AVC), MPEG4, VC-1,
Sorenson Spark, MP43, WMV7, WMV8, VP8
Video Format : MP4, M4V, 3GP, 3G2, WMV, ASF, AVI, FLV,
MKV, WEBM
Audio Audio Codec : MP3, AMR-NB, AMR-WB, AAC, AAC+, eAAC+,
WMA, Vorbis, FLAC
Audio Format : MP3, M4A, 3GA, AAC, OGG, OGA, WAV, WMA
AMR, AWB, FLAC, MID, MIDI, XMF, MXMF,
IMY, RTTTL, RTX, OTA
Additional Ultra Power Saving Mode
Features Download Booster
Quick Connect
Private Mode
Google Mobile Service Chrome, Drive, Photos, Gmail, Google, Google+, Google
Settings, Hangouts, Maps, Play Books, Play Games, Play
Newsstand, Play Movie & TV, Play Music, Play Store, Voice
Search, YouTube
Connectivity WiFi: 802.11 a/b/g/n/ac HT80, MIMO(2×2)
Bluetooth®: 4.0 BLE / ANT+

 

Comments

comments


8,586 views

One thought on “સેમસંગનો આ નવો સ્માર્ટફોન છે માત્ર 115 ગ્રામનો, બીજી ખાસિયત જાણવા કરો ક્લિક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 3 =