સૂર્યના કિરણોથી ખરાબ થતા વાળને બચાવવાના ઉપાયો

natural ways to repair sun damage hair | janvajevu.com

સૂર્યના કિરણોમાં રહેલ પદાર્થો ત્વચા અને વાળને નુક્શાન કરે છે. જેનાથી ગંભીર સમસ્યા પેદા થાય છે અને તેને ઠીક કરવી મુશ્કેલ છે. સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે વાળ ફાટે છે અને વાળની ચમક પણ દુર થાય છે.

સૂર્યના કિરણોથી ખરાબ થતા વાળને સારા કરવા મુશ્કેલ તો છે, પણ અસંભવ નથી. ધરેલું કેટલાક નુસખાઓથી તમે તમારા વાળને ગરમીમાં પણ સ્વસ્થ, ચમકદાર અને આકર્ષક બનાવી શકો છો. તો વાંચો નીચે આપેલ ધરેલું નુસખાઓ વિષે….

ધરેલું નુસખા

૧. લીંબુનો રસ અને એલોવીરાના રસને તમારા વાળ પર લગાઓ, ૧૫ મિનીટ સુધી રાખો ત્યારબાદ વાળને ધોઈ નાખો.

૨. સૂર્યના પ્રકાશથી ખરાબ થયેલા વાળ માટે પાકેલા કેળામાં થોડું મધ નાખો અને વાળમાં લગાઓ, અડધી કલાક પછી માંથુ ધોઈ નાંખો.

૩. ઈંડા ખરાબ થયેલા વાળને સારા કરવામાં મદદરૂપ થાય છે. તેલ વાળા માથામાં ઈંડાના સફેદ ભાગ અને કોરા વાળમાં ઈંડાનો પીળો ભાગ લગાવો, અને ઈંડાને માથામાં ૧૫ મિનીટ સુધી રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી માથું ધોઈ નાંખો

૪. શેમ્પુ લગાવ્યા બાદ વાળને બીયરથી ધોવો, જેનાથી વાળમાં ચમક આવે અને સુંદર બને છે.

૫. દહીના ઉપયોગથી સૂર્યના કિરણોથી ખરાબ થયેલા વાળને સારા કરી શકાઈ છે. દહીને માથામાં ૨૦ મિનીટ સુધી રાખો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી સાફ કરવા.

૬. લીમડાના ઉપયોગથી સૂર્યના કિરણોથી ખરાબ થયેલા વાળને સારા કરી શકાઈ છે. તે માટે ૧૦ થી ૧૨ લીમડાના પત્તાને નારિયેળ તેલમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દ્યો. આ તેલને માથું તથા વાળ પર લગાઓ અને થોડા સમય સુધી વાળને ગરમ તેલ લગાવ્યા પછી ઠાકી દેવા, અને ત્યારબાદ માથું ધોવું.

આ પણ જુઓ :-  એક જ વાર તેલ લ્યો અને ૮૦ વાર રસોઈ બનાવો, અચૂક જાણવા જેવું

natural ways to repair sun damage hair | janvajevu.com

ખરાબ વાળ માટે પ્રાકૃતિક માસ્ક

સ્ટોબેરી અને મયોનિસ માસ્ક

આ માસ્કને બનાવવા માટે ૧૦ સ્ટોબેરીને મસળવી તથા ૧ ચમચી મયોનિસ નાખીને પેસ્ટ કરો. આ પેસ્ટને વાળમાં લગાઓ અને ૨૦ મિનીટ સુધી રાખીને વાળને ધોવા.

કેળા અને નારિયેળ તેલનુ માસ્ક

૨ કેળાને મસળી તેમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી નારિયેળ તેલ નાંખો. આને માથામાં અડધી કલાક સુધી રાખો અને પહેલા ગરમ પાણીથી અને છેલ્લે ઠંડા પાણીથી વાળને ધોઈ લેવા.

ઈંડાનો પીળો ભાગ અને નાસપતીનું માસ્ક

નાસપતી અને ઈંડાનો પીળો ભાગને એવી રીતે મસળો કે તે ક્રીમ જેવું દેખાય. આ ક્રીમને ભીના વાળમાં માલીશ કરો અને ૨૦ મિનીટ બાદ શેમ્પુથી ધોઇ લેવા.

natural ways to repair sun damage hair | janvajevu.com

જરૂરી તેલ

સૂર્યના કિરણો આપણા વાળ પર પડવાથી વાળની સુંદરતા ધટી જાઇ છે. મોટાભાગે જરૂરી તેલમાં ખરાબ થયેલા વાળને સારા કરવાની ક્ષમતા રહેલ હોય છે. લેવેન્ડર, લીંબુ, રોજમેરી, રોજવુડ અને ગાજર વગેરે તેલો છે, અને આનો ઉપયોગ ફાયદાકારક નીવડે છે. આ તેલમાંથી કોઈપણ તેલના ચાર ટીપાને નારિયેળ તેલ, વીટ જર્મ, એરંડી અને નાસપતીનું તેલની સાથે મિક્સ કરો. આ મિશ્રણ સૂર્યના કિરણોથી ખરાબ થયેલા વાળને પ્રભાવી રૂપથી ઠીક કરે છે. આ મિશ્રણને ગરમ કરો અને માથામાં ગોળાકાર મુદ્રામાં આંગળીઓથી માલીશ કરો. માલીશ કાર્ય બાદ આખી રાત રાખો અને સવાર થતા શેમ્પુથી ધોઈ લેવા.

natural ways to repair sun damage hair | janvajevu.com

Comments

comments


6,850 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4