‘ગુગલ સર્ચની વાત કરું તો હું ટોપ પર ચાલી રહી છું, જે માટે મારા ફેન્સનો આભાર માનીશ, પણ આ લીસ્ટમાં નરેન્દ્ર મોદી મને બીટ કરશે તો ગમશે. ફૂડની વાત કરું તો ખાંડવી મારી ફેવરીટ ડીશ છે અને સુરતમાં આવી છું તો ખાંડવીને મીસ તો નહીં જ કરું. ગુજરાતી ફુડની વાત જ કંઇ અલગ છે. મારુ માનવું છે કે દરેક સ્ત્રી પ્રિન્સેસ જ છે અને દરેકને ઇચ્છા હોય છે કે એ પ્રિન્સેસની જેમ જ રહે, પણ મારી આવનારી ફિલ્મમાં મને આવો જ રોલ મળ્યો જેથી હું મારી જાતને ખુબ જ લકી માનું છું.
– ગુગલ સર્ચ લીસ્ટમાં નરેન્દ્ર મોદી મને બીટ કરશે તો ગમશે : સની
– એક ફિલ્મના પ્રમોશન માટે સની લીયોન અને જય ભાનુશાલી સિટી ગેસ્ટ બન્યા હતાં
જ્યારે અમેરીકા હતી ત્યારે બોલીવુડના મુવી જોઇને વિચારતી હતી કે કાશ, હું પણ બોલીવુડ એસ્ટ્રેસ બનું. આ સપનું બીગ બોસથી પુરુ થયું, હાં, પણ મારા માટે બોલીવુડમાં સ્થાન બનાવવું થોડું ટફ રહ્યું’ ફિલ્મ પ્રમોશન માટે સિટી ગેસ્ટ બનેલી સની લીયોને આ વાત જણાવી હતી.
સનીના કારણે મારા ફ્રેન્ડ્લીસ્ટમાં વધારો થયો : જય
‘જ્યારથી સની લોયન સાથે કામ કરવાનું થયું છે ત્યારથી મારા ફ્રેન્ડ્લીસ્ટમાં પણ ખુબ જ વધારો થયો છે. સની સાથે વાત કરવા માટે મારા ફ્રેન્ડ્સ દરરોજ મને હેરાન કરે છે. સુરતની વાત કરુ તો સુરતમાં હું આઠ વાર આવી ગયો છું દર વખતે સુરતમાં ટાઇમ ઓછો જ પડે છે. અમારી આગામી ફિલ્મ ‘લીલા એક પહેલી’માં અભિનય કરવાનો અનુભવ ખુબ જ અલગ રહ્યો. આ રોલથી સની લીયોન અને મારા પ્રત્યેની ઇમેજ પણ બદલાઇ જશે અને એમાં પણ સની લીયોનનો અભિનય જોઇને હું પણ એમનો ફેન થઇ ગયો છું. આ ફિલ્મમાં લોકેશન રાજસ્થાન છે, પણ હું એક ગુજરાતી હોવાને કારણે ગુજરાતને ઓળખું છું. જો આ ફિલ્મ માટે ગુજરાતની વિવિધ જગ્યાઓ પર શુટીંગ કરવામાં આવ્યુ હોત તો ગુજરાતને નવા અવતારમાં જ દર્શકો જોઇ શક્યા હોત.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર