સુખી દાંપત્યજીવન જીવવા માટે પાલન કરો આ વાસ્તુ ટિપ્સનું

Hotels-with-Themed-Rooms

કહેવામાં આવે છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને ઘરતી પર તેમનું મિલન થાય છે. અગ્નિને સાક્ષી માનીને જયારે છોકરો-છોકરી સાત ફેરા ફરે છે, ત્યારે તેઓ પતિ-પત્ની બને છે. આ નવજોડા નું જીવન સુખમય બને તે અંગે શયનકક્ષમાં શું-શું રાખવું અને શું નહિ તે અંગે અહી જરૂરી વાસ્તુ ટીપ્સ જણાવી છે.

*  શયનકક્ષ માં દર્પણ રાખતા બચવું. કારણકે આ અનાવશ્યક વિવાદો અને ઝઘડાઓ ઉત્પન્ન કરે છે. જો દર્પણ મુકેલ હોય તો રાત્રીના સમયે તેને ઢાંકી દેવો.

*  શયનકક્ષ માં એવી વસ્તુઓ રાખવી જેનાથી દંપતીમાં પ્રેમ વધે. જેમકે દિલના આકારની ફોટોફ્રેમ કે કોઈ યાદગાર તસ્વીરો.

*  દરવાજામાં જે આગળીયો હોય છે તે ઓઈલ ન મળવાથી કિચુડ-કિચુડ અવાજ કરતો હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ અવાજ અશુભ સંકેતો લાવે છે. તેથી આગળીયા માં ઓઈલ રેડતા રહેવું.

*  બેડરૂમમાં હંસના જોડાની તસ્વીર મુકવાથી કપલમાં પ્રેમ વધે છે.

Wall-Canvas-font-b-Art-b-font-font-b-Swan-b-font-Painting-Modern-Office-Wall

*  કોઇપણ ઘાર્મિક ચિત્ર બેડરૂમમાં ન રાખવું. આ તમારી ઉર્જાને આધ્યાત્મવાદ તરફ લઇ જાય છે.

*  શયનકક્ષ માં અમુક સુગંધીદાર મીણબત્તીઓ રાખવી. જે રૂમમાં પ્રાકૃતિક મહેક નો અહેસાસ કરાવે. આ સિવાય અન્ય નાના નાના અગ્નીતત્વો પણ રાખવા જે શુભ મનાય.

*  કપલની પોતાની કોઇપણ એક તસ્વીર પૂર્વ દીશાની દીવાલ માં લગાવવી. આ તમારા સબંધમાં સકારાત્મકતા લાવે છે.

*  બેડરૂમમાં અથાણું, કાતર, ચાકુ ન રાખવું. આનાથી તમારા સબંધોમાં ખટાશ આવી શકે છે.

*  શયનકક્ષ ને અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલથી સજાવો. આ તમારા સબંધોને ઉજ્જવળ કરવામાં સહાયક થશે.

*  શયનકક્ષને પ્રકાશ અને આંખોને ગમે તેવા રંગોથી પેંટ કરવું.

Comments

comments


7,456 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 11