ઘણા વર્ષો પહેલા ભારતમાં લોકો ભૂતપ્રેત પર વિશ્વાસ કરતા હતા. પણ વિજ્ઞાનના આ યુગમાં ભૂતની વાત કરીએ તો કોઈ આપણને એમ કહે કે આજના જમાનામાં એવું કઈ ન હોય. આમ તો લોકો કહે છે કે ‘ડર કે આગે જીત હે’ પરંતુ, આવી ડરાવની જગ્યામાં કોઈ જવાનું ન પસંદ કરે. ભૂતિયા જગ્યાની વાત કરવાથી લોકોના રુંવાડા ઉભા થઇ જતા હોય તો ત્યાં જવાની કોશિશ તો કોઈ ન જ કરે ખરુંને?
ખરેખર, આ બીચ ગુજરાતના સૂરત શહેરમાં આવેલ છે, જેનું નામ ‘ડુમ્મસ બીચ’ છે. આજે અમે તમને આ હંટેડ બીચ વિષે જણાવવાના છીએ.
અરબસાગર થી જોડાયેલ ગુજરાતનો કિનારો અને સાથે જ રહસ્યમય તાકાતો માટે ફેમસ છે સૂરત નો આ ડુમ્મસ બીચ. આ ખુબજ સુંદર બીચ છે. એક સમયે ડુમ્મસ ને બળતો દરિયા કિનારો માનવામાં આવતો હતો. ઘણા પર્યટકો પણ આ જગ્યાને હંટેડ પ્લેસ કહે છે.
વાસ્તવમાં આ બીચમાં હિંદુઓના શવને બાળવામાં આવે છે. અહી સાંજના સમયે કોઈ રહેવાનું પસંદ નથી કરતુ. કારણકે અહી લોકોને અવાનવાર વિચિત્ર અવાજો સંભળાય છે. લોકોને એવું ફિલ થાય કે અમારી આજુબાજુ કોઈ છે પણ હોતું નથી. એવું માનવામાં આવે છે કે અહી મરેલા શવની આત્માઓ ભટકે છે. આ બીચની પાસે જ ભગવાન ગણેશનું મંદિર છે. અહી ક્યારેક ક્યારેક મરેલા લોકોના મડદા પણ જોવા મળે છે.
ડુમ્મસ બીચ એટલા માટે ચર્ચામાં છે કારણકે થોડા સમય પહેલા ઈન્ટરનેટ પર Haunted હોવાને કારણે ચર્ચાનો વિષય બન્યો હતો. અહીની રેતી સફેદ નહિ પણ કાળી જોવા મળે છે. Holidays Season માં આ બીચ પર આખો દિવસ Visitors ન્હાવવા અને ફરવા આવે છે પરંતુ સાંજ પડતાની સાથે જ અહી સન્નાટો છવાઈ જાય છે.