હૃતિક રોશન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘બેંગ-બેંગ’ નું બોક્સ ઓફીસ કલેક્શન જોરદાર રહ્યું હતું. જેથી દર્શકોને લાગ્યું કે આ જોડી ફરી વાર સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપશે.
બોલિવૂડના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પોતાની પાછલી ફિલ્મ 2014 માં આવેલ બેંગ-બેંગ નું સિકવલ બનાવવા જઈ રહ્યા છે. જાણકારી અનુસાર આ ફિલ્મ માં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે શ્રીલંકન બ્યુટી જેક્વેલિન ફર્નાન્ડિઝ જોવા મળશે.
હોલિવૂડ ફિલ્મ ‘નાઈટ એન્ડ ડે’ ની રીમેક બેંગ-બેંગ માં હૃતિક અને કેટરિના ની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ એક્શન અને રોમાન્સથી ભરપુર હતી, તેથી 2014 માં સૌથી મોટી ફિલ્મોની શ્રેણીમાં શામેલ થઇ હતી.
રીપોર્ટ અનુસાર બેંગ-બેંગ 2 માં કિકની ડિમાન્ડેડ જૅકલીન ને પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનું શુટિંગ આ વર્ષના એન્ડમાં શરુ થશે. આમાં એક્શન, રોમાન્સની સાથે તમને હુમર પણ જોવા મળશે. હાલમાં જૅકલીન પોતાની આવનારી ફિલ્મ ‘ઢીશુમ’ માં પ્રમોશનમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા સિદ્ધાર્થ અને જૅકલીન ‘બ્રધર્સ’ માં જોવા મળ્યા હતા.