સામગ્રી
* ૧૧/૨ કપ બાફેલ રાઈઝ નુડલ્સ,
* ૧/૨ કપ સમારેલ સ્પ્રિંગ ઓનીયસ,
* ૧/૨ કપ સ્પ્રાઉટ,
* ૧૧/૨ ટીસ્પૂન ઓઈલ,
* ૧ ટીસ્પૂન ધાણાજીરું,
* ચપટી હળદર,
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૧/૨ કપ સ્લાઈસ કરેલ સ્પ્રિંગ ઓનીયસ,
* ૧ કપ બાફેલા વટાણા,
* ૧ ટીસ્પૂન સમારેલ આદું,
* ૧/૪ કપ સ્લાઈસ કરેલ રેડ કોબીજ,
* ૧/૨ કપ રેડ, ગ્રીન સ્લાઈસ કરેલ કેપ્સીકમ,
* ૧/૪ કપ પતલી સ્લાઈસ કરેલ ગાજર,
* ૧/૪ કપ સ્લાઈસ કરેલ ફ્રેશ રેડ ચીલીઝ,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
એક બાઉલમાં રાઈઝ નુડલ્સ કાઢી તેમાં સમારેલ સ્પ્રિંગ ઓનીયસ, સ્પ્રાઉટ, ઓઈલ, ધાણાજીરું અને ચપટી હળદર નાખી બરાબર મિક્સ કરી લેવું.
હવે કુકિંગ કરવા એક તવામાં ઓઈલ નાખી ગરમ થાય એટલે તેમાં સ્લાઈસ કરેલ સ્પ્રિંગ ઓનીયસ, સમારેલ આદું અને બાફેલા વટાણા નાખી એકાદ બે મિનીટ સુધી ફૂલ તાપે મિશ્રણ કુક થવા દેવું.
ત્યારબાદ તેમાં સ્લાઈસ કરેલ રેડ કોબીજ, રેડ/ગ્રીન સ્લાઈસ કરેલ કેપ્સીકમ, પતલી સ્લાઈસ કરેલ ગાજર, સ્લાઈસ કરેલ ફ્રેશ રેડ ચીલીસ અને તૈયાર કરેલ રાઈસ નુડલ્સ નાખવા. પછી આમાં સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી બે મિનીટ સુધી કુક થવા દેવું. ત્યારબાદ સર્વ કરવું.