સાઉદી પ્રિન્સે વેચવા કાઢ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ, 298 કરોડ રૂપિયા કિંમત અંકાઇ, જુઓ તસવીર

Soudi Arebia Princess

અમેરિકામાં સાઉદીના પ્રિન્સનો લક્ઝરી એપાર્ટમેન્ટ વેચવા માટે તૈયાર છે. 10,500 સ્ક્વેયર ફિટમાં ફેલાયેલા ત્રણ માળનો આ એપાર્ટમેન્ટ ન્યૂયોર્કના અપર વેસ્ટ સાઇડમાં સ્થિત છે. અહીંથી હડસન નદીનો નજારો સાફ દેખાય છે. આ એપાર્ટમેન્ટ સાઉદીના પ્રિન્સ નવાફ બિન સુલતાન બિન અબ્દુલાઝીઝ અલ સઉદનો છે.  જેની કિંમત 298 કરોડ એટલે કે લગભગ 3 અબજ રૂપિયા આંકવામાં આવી છે જે અગાઉ કરતા ઘણી ઓછી છે. 2012માં આ એપાર્ટમેન્ટની કિંમત 75 મિલિયન ડોલર એટલે કે 462 કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી.

આ એપાર્ટમેન્ટમાં ચાર બેડરૂમ, ચાર બાથરૂમ અને છ હાફ બાથરૂમ છે. તેની સાથે એપાર્ટમેન્ટમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ હાજર છે. વોલ સ્ટ્રીટ જર્નલ તરફથી જાહેર કરવામાં આવેલા કોર્ટ રેકોર્ડ પ્રમાણે, 82 વર્ષીય સાઉદી પ્રિન્સ આ એપાર્ટમેન્ટનો ઉપયોગ કરતા નથી જેથી તેમણે તેને વેચવાનો નિર્ણય કર્યો છે. આ સ્માર્ટ હોમ એપાર્ટમેન્ટમાં કલકતા માર્બલ લગાવવામાં આવ્યા છે. એપાર્ટંમેન્ટમાં ત્રણ બુલેટપ્રુફ રૂમ છે. એક જીમ, બિલિયર્ડ રૂમ, હેયર સલૂન, હવાદાર સિગાર રૂમ, અને 60 ફૂટનો એક લિવિંગ રૂમ છે. એપાર્ટમેન્ટમાં સોલ્ટવોટર એક્વેરિયમ, સુશી બાર, ટેરેસ અને સ્પા પણ છે. તે સિવાય એપાર્ટમેન્ટના બાકીના ખર્ચ માટે દર મહિને 19,705 ડોલર (અંદાજે 12 લાખ રૂપિયા) ચૂકવવા પડે છે.

પ્રૉપટીને લિસ્ટેડ કરનારા એજન્ટ સરહંટને આશા છે કે એપાર્ટમેન્ટ સામાનની સાથે વેચાઇ જશે. આ ઘરની કિંમત પોણ ત્રણ લાખ પ્રતિ સ્ક્વેયર ફિટ લાગી છે જે ખૂબ વધુ છે. ઓનલાઇન રીયલસ્ટેટ ડેટાબેઝ પ્રમાણે, અપર વેસ્ટ સાઇડમાં પ્રતિ સ્ક્વેયર ફિટની સરેરાશ કિંમત એક લાખ રૂપિયા છે જે ન્યૂયોર્કથી ત્રણ ગણી વધુ છે.

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princess

Soudi Arebia Princessસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,033 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 1 =