સાઉથ ઇન્ડિયન ડીશ બોન્ડા

સામગ્રી

mysore_bonda

* ૩/૪ કપ અડદની ડાળ,

* ૨ ટીસ્પૂન પાણી,

* ૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો,

* ૧/૪ કપ નારિયેળના ટુકડા,

* ૧/૨ ટીસ્પૂન હિંગ,

* ૧ ટીસ્પૂન લીંમડાના પાન,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

એક બાઉલમાં ચારણીની મદદથી અડદની ડાળનું (૨ કલાક પલાળેલી) પાણી કાઢી દાળને બીજા બાઉલમાં નાખવી. હવે આ દાળમાં પાણી નાખી મિક્સરમાં પીસી લેવું. પછી આ મિશ્રણમાં મરીનો ભૂકો, નારિયેળના ટુકડા, હિંગ, લીંમડાના પાન અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું.

હવે એક તવામાં તેલ ગરમ કરવા માટે મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં આ મિશ્રણને થોડું થોડું લઈને નાખવું (ભજીયાંની જેમ). આ બોન્ડાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાઈ કરવા. ત્યારબાદ નારિયેળની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવા.

Comments

comments


8,094 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 27