મધ્યપ્રદેશ ના સાંચી ના સ્તૂપ ને કોણ નથી જાણતું. આ ભારતના મધ્યપ્રદેશ ના રાઈસેન જીલ્લાના સાંચી શહેરમાં સ્થિત છે. આ ભોપલથી ઉત્તર-પૂર્વમાં ૪૬ કિલોમીટર ના અંતરે આવેલ છે.
સાંચી નો સ્તૂપ બૌદ્ધ ધર્મ માટે વિશેષ મહત્વ રાખે છે. આ સ્તૂપ ૩૦૦ ફૂંટની ઊંચાઈ પર સ્થિત છે. જયારે તમે આના પરિસરમાં જશો ત્યારે તમને નીરવ શાંતિનો અહેસાસ થશે. અહી ૨૧ મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા ના રૂપે ઉજવણી કરવામાં આવે છે.
આ વન્ડરફૂલ સ્તૂપને ૧૯૮૯માં વર્લ્ડ હેરીટેજ સાઈડમાં શામેલ કરવામાં આવ્યો. આની શોધ ૧૮૧૮માં થઇ હતી. અહી ભગવાન બુદ્ધની શિક્ષા સાથે જોડાયેલ ઐતિહાસિક વસ્તુઓ પણ છે. આ ભવ્ય સ્તૂપને ૩ જી શતાબ્દીમાં સમ્રાટ અશોક દ્વારા બનાવડાવા માં આવ્યો હતો.
આને પાકી ઇંટો ની સાથે પથ્થરના આવરણો ચડાવીને બનાવવામાં આવ્યો છે. આની એક દિશા બાજુ જંગલ છે અને સ્તૂપની આજુબાજુ હરિયાળી છે. આ સ્તૂપ પૂરી રીતે ભગવાન બુદ્ધ ને સમર્પિત છે. અહી એક સરોવર પણ છે જેના દાદર ને બૌદ્ધ કાલીન માનવામાં આવે છે.
સાંચી ના સ્તૂપમાં ફોટોગ્રાફી કરવા પર મનાહી નથી. તેથી તમે અહી ઘણી બધી પિક્ચર્સ ક્લિક કરી શકો છો. આને ખુબ જ સુંદર એવો વાસ્તુકલા નો નમુનો માનવામાં આવે છે. અહી એક મોટો અને એક નાનો સ્તૂપ છે.
કહેવામાં આવે છે કે ભગવાન બુધ્ધ મોટા સ્તૂપમાં અને તેમના શિષ્યો નાના સ્તૂપમાં રહેતા હતા. અહીના સ્તૂપમાં સેન્ડસ્ટોન થી બનેલ મૂર્તિઓ પણ જોવાલાયક છે. સ્તૂપના પ્રવેશદ્વાર માં નકશીકામ કરેલ છે.
આ સમગ્ર રીતે એક આધ્યાત્મિક માહોલ ઉત્પન્ન કરે છે. સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આ સ્તૂપ ખુલ્લો રહે છે. જોરદાર વાસ્તુકલાના આ નમુનામાં પ્રવેશવા માટે તમારે ટીકીટ લેવી અનિવાર્ય છે. આની ફીસ ફક્ત ૧૦ રૂપિયા જ છે.