બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે.
આ ઘણી બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે કોલેસ્ટ્રોલ ની સમસ્યાથી પીડાતા હોવ તો લસણ ખાવું તમારા માટે સારું છે. ઠીક છે, ચાલો જાણીએ ખાલી પેટે આના સેવનથી થતા ફાયદાઓ….
* ઘણા લોકોનું માનવું છે કે લસણ ખાવાથી હાઈપરટેન્શન ના લક્ષણોમાં આરામ મળે છે. આ ફક્ત બ્લડ સર્ક્યુલેશન ને જ નથી ઘટાડતું પણ હાર્ટ સબંધિત સામાન્યઓ પણ દુર કરે છે. આ લીવર, મૂત્રાશયને પણ ઠીક કરે છે.
* જે વ્યક્તિના શરીરમાં ઘાટું લોહી હોય તેમણે રોજ સવારે ખાલી પેટે લસણની એક કાચી કળી ખાવી. આનાથી લોકો પાતળું બનશે. જો શરીરમાં ઘાટું લોહી હોય તો હાર્ડ અટેકની સમસ્યા થાય છે.
* આ શરીરમાં રહેલ વિષેલા તત્વોને સાફ કરે છે. અને ખાલી પેટ ખાવાથી પેટના ઝેરીલા બેકટેરિયા દુર થાય છે.
* આ સમગ્ર રીતે એન્ટી બાયોટીક છે. તેથી તમને જે જગ્યાએ ફોલ્લી કે ગુમડાઓ થયા હોય અને તેમાં રસી ભરાયેલ હોય તો સવારમાં કાચા લસણની કળી વાટીને તેના પર લગાવી પટ્ટી બાંધવી. આમ કરવાથી ફોલ્લીમાંથી રસી નીકળી જશે.
* જો દાંતમાં દુઃખાવો હોય તો સવારે ઉઠીને લસણના ટુકડાને ગેસ પર થોડો ગરમ કરી દુખતી જગ્યાએ રાખવાથી તમારો આખો દિવસ દુખાવા વગરનો સારો વીતશે.
* આ હ્રદય સુધી જનાર ઘમનીઓ માં જામેલ વસાને દુર કરે છે અને લોહીના અવળા પ્રવાહને દુર કરી હદય સુધી પહોચાડે છે. આનાથી હદય સુરક્ષિત કરે છે.
* આના સેવનથી ફેફસાના રોગો દુર થાય છે.
* નાની ઉંમરમાં સફેદ થતા વાળને રોકવા માટે સવારે લસણની ૪ થી ૫ કળીમાં મધ મેળવીને ખાવાથી આ સમસ્યા દુર થશે. જ્યાં સુધી આ સમસ્યા દુર ન થાય ત્યાર સુધી આ પ્રયોગ કરવો.