સલમાન સૌથી વધુ કમાણી માં ફોબ્ર્સની યાદીમાં નંબર ૧

સલમાન સૌથી વધુ કમાણી માં ફોબ્ર્સની યાદીમાં નંબર ૧

બોલિવૂડમાં કમાણી નંબર વન રહેલા શાહરૂખ ખાનને પછાડીને આ વર્ષે ફોબ્ર્સ ઇન્ડિયાની યાદીમાં બોલિવૂડના સલમાન ખાને બાજી મારી લીધી છે. કમાણી અને ખ્યાતિના આધારે જાહેર થયેલી ૧૦૦ સેલિબ્રિટીઓની યાદીમાં સલમાન ખાન પહેલા નંબરે છે. તેની કમાણી ૨૪૪ કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન બીજા અને શાહરૂખ ખાન ત્રીજા નંબરે છે. સલમાનના ચાહકોની યાદી પણ ઘણી લાંબી છે.

મહાનાયક અમિતાભ બચ્ચનનો નંબર આવે છે અને તેની કમાણી રૂા.૧૯૬.૭૫ કરોડ છે.

સલમાન સૌથી વધુ કમાણી માં ફોબ્ર્સની યાદીમાં નંબર ૧

ફોબ્ર્સ ઇન્ડિયાની આ યાદી ૧ ઓકટોબર ૨૦૧૩થી લઇને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ના આંકડાના આધારે તૈયાર કરવામાં આવી છે. આમ તો સલમાન ખાન વિશ્ર્વ આખામાં જાણીતો છે અને હજુ બે દિવસ પહેલા જ તેણે એક પાર્ટી દરમિયાન સિંગર મીકાસિંહના ગળામાંથી હિરાજડીત હાર કાઢીને હોલિવૂડ સેલિબ્રીટી પેરીસ હિલ્ટનને પહેરાવી દીધો હતો જે વાત ઘણી ચર્ચાસ્પદ રહી હતી. ફોબ્ર્સ ઇન્ડિયાની જે યાદીમાં સલમાન ખાન પહેલા નંબરે છે તે માત્ર કમાણીના આધારે નથી બની પરંતુ તેમાં દિગ્ગજોને મળનારા પૈસા ઉપરાંત તેમની ખ્યાતિ, પ્રિન્ટ અને ઇન્ટરનેટમાં તેમનું વર્ચસ્વ સહિતના આધારે બની છે. સલમાન બાદ આ યાદીમાં મહાનાયક અમિતાભ બચ્ચનનો નંબર આવે છે અને તેની કમાણી રૂા.૧૯૬.૭૫ કરોડ છે

.રૂા.૮૦.૪૭ કરોડની કમાણી સાથે બોલિવૂડના મિસ્ટર પરફેકટ આમિર ખાન સાતમા નંબરે છે.

સલમાન સૌથી વધુ કમાણી માં ફોબ્ર્સની યાદીમાં નંબર ૧

શાહરૂખ ખાન ગત વર્ષ નંબર વન હતો પરંતુ આ વર્ષે તે ત્રીજા નંબરે ખીસકી ગયો છે અને એની કુલ કમાણી ૨૦૨.૪૦ કરોડ રૂપિયા છે. યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ૧૪૧.૮૦ કરોડ રૂપિયાની કમાણી સાથે યાદીમાં ચોથા ક્રમે છે. ખીલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર ૧૭૨ કરોડની કમાણી સાથે પાંચમા નંબરે છે. અક્ષય બાદ કમાણી અને ખ્યાતિના આધારે ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીનો નંબર આવે છે અને તેની કમાણી ૫૮.૪૩ કરોડ રૂપિયા છે. રૂા.૮૦.૪૭ કરોડની કમાણી સાથે બોલિવૂડના મિસ્ટર પરફેકટ આમિર ખાન સાતમા નંબરે છે.

દીપીકા રૂા.૬૭.૨૦ કરોડની કમાણી સાથે આઠમા નંબરે છે.

સલમાન સૌથી વધુ કમાણી માં ફોબ્ર્સની યાદીમાં નંબર ૧

આ યાદીમાં ટોપ ટેનમાં જગ્યા બનાવનારી મહિલામાં એક માત્ર દીપીકા પાદુકોણ જ છે. દીપીકા રૂા.૬૭.૨૦ કરોડની કમાણી સાથે આઠમા નંબરે છે. યારે ઋત્વીક રોશન ૮૫ કરોડની કમાણી સાથે નવમા અને સચિન તેંડુલકર ૫૯.૫૪ કરોડની કમાણી સાથે દસમા નંબરે છે

Comments

comments


3,618 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 12