સલમાને AIBની ટીમને ‘ભઠ્ઠીમાં શેકી નાખવાની’ ધમકી આપી હતી

સલમાને AIBની ટીમને ‘ભઠ્ઠીમાં શેકી નાખવાની’ ધમકી આપી હતી

લાઈવ યોજવામાં આવેલા ઓલ ઈન્ડિયા બકચોદ (AIB)ના પ્રથમ એપિસોડ (roast)નો મોટો વિવાદ થયો છે. AIB નોકઆઉટ – ધ રોસ્ટ ઓફ અર્જૂન કપૂર એન્ડ રણવીર સિંહ નામના તે ટીવી શૉના ઘણા ફોલોઅર્સ છે, પરંતુ ઘણા ભારતીય લોકો – જુવાન કે મોટી ઉંમરના બંનેને આ શો ઘણો વાંધાજનક લાગ્યો છે.

બોલીવૂડમાં પણ કેટલાક લોકોને આ શો સામે ગુસ્સો ચડ્યો છે. સલમાન ખાન અને અનિલ કપૂર એવા બે જણ છે. પોતાના પરિવારજનોની AIB ટીમ દ્વારા ઉડાડવામાં આવેલી મજાક, ફેલાવવામાં આવેલી ગંદી જોક્સથી સલમાન અને અનિલ ચિડાઈ ગયા છે.

સલમાને AIBની ટીમને ‘ભઠ્ઠીમાં શેકી નાખવાની’ ધમકી આપી હતી

આ લાઈવ ઈવેન્ટ ગંદી ગાળ અને અશ્લિલ ચેનચાળાથી ભરપૂર છે. એને કારણે મહારાષ્ટ્ર સરકારનું પણ ધ્યાન ખેંચાયું છે અને સાકીનાકા (અંધેરી-ઈસ્ટ) પોલીસે નિર્માતા કરણ જોહર, અર્જૂન કપૂર અને રણવીર સિંહ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ ત્રણેય જણ સામે આરોપ છે કે તેમણે ઉક્ત ટીવી શોમાં ગંદી અને અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે.

આ કોમેડી શૉને યૂટ્યૂબ તથા અન્ય વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી હતી અને તે વાઈરલ થઈ ગયો છે. પહેલા એપિસોડમાં જોહર, અર્જૂન અને રણવીર એકબીજાને તથા શ્રોતાઓને ગાળી દેતા અને અપમાનજનક ભાષા ઉચ્ચારતા બતાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જે બતાવવામાં આવ્યું એ એડિટ કરાયેલું વર્ઝન છે. મૂળ AIB નોકઆઉટ શૉ તો તેનાથી વધુ ખરાબ અને અશ્લીલતાભર્યો હતો. તેમાં સલમાન ખાનની હાલમાં જ પરણી ગયેલી બહેન અર્પિતા ખાન-શર્મા વિશે ગંદી જોક્સનો પણ સમાવેશ થતો હતો.

પહેલો રોસ્ટ અર્જૂન કપૂર પર હતો એટલે તેના પરિવારજનો ઉપર જોક્સ, ગંદી મજાક કરવામાં આવી હતી. તેના જે પરિવારજનોની ઠેકડી ઉડાડવામાં આવી હતી એમાં અર્જૂનના નિર્માતા પિતા બોની કપૂર, સાવકી માતા અભિનેત્રી શ્રીદેવી, પિતરાઈ બહેન અભિનેત્રી સોનમ કપૂર અને કાકા અનિલ કપૂરનો સમાવેશ થાય છે.

સલમાને AIBની ટીમને ‘ભઠ્ઠીમાં શેકી નાખવાની’ ધમકી આપી હતી

અર્પિતાને એટલા માટે રોસ્ટ કરવામાં આવી હતી કે તેણે ભૂતકાળમાં અર્જૂન કપૂરને ડેટિંગ કર્યું હતું. ત્યારે સલમાનના કહેવાથી જ અર્જૂને ડાયેટિંગ કરીને પોતાના શરીરનું વજન ઘટાડ્યું હતું અને અભિનેતા તરીકે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. સલમાન ખાન, જે બોલીવૂડનો ભાઈ કહેવાય છે તે અર્પિતા વિશેની ગંદી જોક્સથી AIBની ટીમ પર ભડક્યો હતો અને એપિસોડને એડિટ કરવામાં નહીં આવે તો તેમને ‘રોસ્ટ’ કરી નાખવાની ધમકી આપી હતી. છેવટે એ બધાયને બોલીવૂડના સુપરસ્ટારની ધમકી સામે ઝૂકી જવું પડ્યું હતું અને અર્પિતા વિશેની જોક્સ કાઢી નાખવાની ફરજ પડી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,475 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 11