બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાને ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં બજરંગ બલી હનુમાનની ગદાનું લોકેટ પહેર્યું છે. અને હવે ખબર આવી છે કે, સલમાનના તે લોકેટની હરાજી થવાની છે. આ ફિલ્મમાં સલમાન ખાનના ગળામાં લોકેટ છે, જેને ખરીદવા માટે સલમાન’ ખાનના ચાહકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે.
બજરંગી ભાઈજાન’ના પ્રમોશન દરમિયાન લોકેટની હરાજી કરવામાં આવશે. આ લોકેટની શરૂઆતી કિમંત ૭૧,૧૫૪ રૂપિયા લગાવવામાં આવી છે. જો તમે આ લોકેટને ખરીદી શકતા નથી, તો ઉદાસ થવાની પણ જરૂરત નથી. સલમાન જલ્દી જ પોતાના ફેન્સ સાથે સેલ્ફી ખેંચવાનો ઝુંબેશ ચાલુ કરશે.
ફિલ્મની કહાની એક પાકિસ્તાની ગુંગી બાળકી પર આધારિત
આ ફિલ્મનું ટીઝર થોડાક દિવસો પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના વ્યૂઅર્સ ૪૦ લાખને પાર થઈ ગયા છે. આ ટીઝરની શરૂઆતમાં એક પાકિસ્તાની બાળકી જોવા મળી છે અને તે બોલી શકતી નથી. જે ભારતમાં ખોવાઈ જાય છે. તેના સાથે જ આ ટીઝરની અંદર સલમાન ખાનને એક મોટા દિલવાળો વ્યક્તિ અને બજરંગબલીનો ભક્ત દેખાડવામાં આવ્યો છે, જે તે બાળકીને તેના માં-બાપને મળવા પાકિસ્તાન લઈને જાય છે. આ ટીઝરને જોતા સાફ દેખાઈ રહ્યું છે કે, સલ્લુભાઈજાનની ‘બજરંગી ભાઈજાન’ તેમની જૂની ફિલ્મોની જેમ જ બોક્સ ઓફીસ પર ધમાલ કરશે.
“મર જાયેંગે, લેકિન ઝૂઠ નહિ બોલેંગે” : સલમાન
સલમાન પોતાની દરેક ફિલ્મના જેમ આ ફિલ્મમાં પણ એક નવા ડાયલોગ સાથે આવ્યા છે- “મર જાયેંગે, લેકિન ઝૂઠ નહિ બોલેંગે”. એક્શન અને રોમાન્સથી ભરપુર આ ફિલ્મમાં સલમાન ખાન કરીના કપૂર સાથે જોવા મળશે. નિર્દેશક કબીર ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની કહાની એક મુસ્લિમ યુવક અને એક બ્રાહ્મણ યુવતીની છે.