તરતી નોટે અને અરબોનો ખજાનો

સરોવરમાં ઉપર તરે છે નોટ જ નોટ, અંદર છે અરબોનો ખજાનોહિમાચલપ્રદેશના મંડી જિલ્લામાં એક એવું સરોવર છે જેના તળીયે અરબો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે. રહસ્યમય કમરૂનાગ સરોવરમાં આ ખજાનો કોઈએ છુપાવ્યો નથી. આ ખજાનો શ્રદ્ધાળુ લોકોએ સરોવરના હવાલે કર્યો છે. મંડી જિલ્લામાં મહાભારતકાળનું કમરૂનાગ મંદિર અને તેની સાથે સરોવર આવેલુ છે. જેમાં કેટલુ સોનું-ચાંદી જમા છે તેનો ચોક્કસ અંદાજ કોઈને પણ નથી. સરોવરમાં સદીઓથી સોનુ-ચાંદી ચડાવવાની પરંપરા ચાલી આવે છે.

છુપા ખજાનાના કારણે રહસ્યમય કમરૂનાગ સરોવરને જોવા અને પોતાની મનોકામના માટે દરવર્ષે અહીં આવનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સમુદ્ર સપાટીથી લગભગ 9 હજાર ફુટની ઉંચાઈ પર આવેલ આ સરોવરમાં અરબોની દોલત હોવા છતાં સુરક્ષા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ નથી. અહીં સામાન્ય સ્થિતિમાં હોય તેટલી જ સુરક્ષા છે. લોકોની આસ્થા છે કે કમરૂનાગ આ ખજાનાની રક્ષા કરે છે. દેવ કમરૂનાગ મંડી જિલ્લાના સૌથી મોટા દેવ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,889 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 6 =