ઘનતેરસ ના દિવસે ‘કુબેર દેવ’ નું પૂજન કરવામાં આવે છે. હિંદુ ઘર્મમાં દિવાળીના તહેવારને હર્ષોલ્લાસ થી મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત સૌપ્રથમ ધનતેરસ ના આગમનથી થાય છે.
જે રીતે દેવી લક્ષ્મી સમુદ્ર મંથન થી ઉત્પન્ન થયા તેવી રીતે ભગવાન ‘ધનવંતરિ’ પણ અમૃત કળશ સાથે ઉત્પન્ન થયા હતા. તેથી ઘનતેરસ ને ‘ધનવંતરિ જયંતી’ પણ કહેવાય છે. ધનવંતરિ દેવતાઓ ને ચીકીત્સા અને આયુર્વેદના જનક રૂપે માનવામાં આવે છે, એવામાં ઘનતેરસ ના દિવસે તેમની પૂજાનું વધારે મહત્વ છે.
આપણી ઘાર્મિક માન્યતા અનુસાર આ દિવસે લોકો કોઈને કોઈ વસ્તુઓ ચોક્કસ ખરીદે છે. સોના ચાંદી સિવાય બીજી વસ્તુઓ ખરીદવી પણ શુભ મનાય છે. જેમકે, પિત્તળ, ધાતુ, સ્ટીલ, ઘાણા, શંખ, સ્ફટિકનું શ્રીયંત્ર, સોનું અને ચાંદી વગેરે… આ દિવસે યંત્ર, પૈસા અને આભૂષણોનું પૂજન કરવામાં આવે છે.
માનવામાં આવે છે કે આજના દિવસે જો ચાંદી ખરીદવામાં આવે તો પૈસામાં લાભ થાય છે. આ દિવસે જેટલી ખરીદી કરવામાં આવે છે તેટલો જ આપણને ફાયદો થાય છે.
આ પાવન દિવસે તમે વાસણો, આભૂષણો, ગણેશ-લક્ષ્મીજી નો ચાંદીનો સિક્કો ઉપરાંત વાહન, ભૂમિ ભવન, ઇલેક્ટ્રિક વસ્તુઓ, પતાશા અને માટીના કોડિયાં વગેરે…. ઘનતેરસ ના દિવસે ગરીબ લોકોને કોઇપણ વસ્તુ દાન કરવાથી પણ ફાયદો થાય છે.
આ દિવસે એક ટોટકો પણ પ્રખ્યાત છે. જો તમે ઘન લાભ ઈચ્છતા હોવ તો કુબેર યંત્ર અત્યંત લાભદાયી છે. ઘનતેરસ કે દિવાળીના દિવસે બિલ્વ-વૃક્ષની નીચે બેસી આ યંત્રને સામે રાખી કુબેર મંત્રનો શુધ્ધતા પૂર્વક જાપ કરવાથી યંત્ર સિદ્ધ થાય છે.
બાદમાં યંત્ર સિદ્ધ થાય એટલે તેને ગલ્લો, તિજોરી માં સ્થાપિત કરવુ. આમ કરવાથી આખુ વર્ષ તમારા પર ઘનની કૃપા બની રહેશે.
શુભ મુહુર્તમાં પૂજન કરતા સાથે સાત અનાજની પૂજા પણ કરવામાં આવે છે. આ સાત અનાજમાં ધઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસુરનો વપરાશ થાય છે. આ દિવસે પૂજા દરમિયાન ભગવાનને નેવેદ્ય અર્પણ કરતા શ્વેત મિષ્ટાન ઘરાવવું.