ઘણા એવા ઘરેલું ઉપાય છે, જે સફેદ વાળને દુર કરી શકે. સફેદ વાળ માત્ર વૃધ્ધ લોકોને જ નહિ પણ ૨૦ – ૩૦ વર્ષના યુવા લોકોને પણ થાય છે. આજકાલ વાળને સફેદ થવું સામાન્ય બાબત છે. સફેદ વાળ થવાનું મુખ્ય કારણ એ છે કે ખાન – પણ અને વધારે ટેન્શન હોવાને કારણે સફેદ વાળની સમસ્યા ઉપજે છે. તમારે તમારા વાળની દેખરેખ રાખવાનું અત્યારથી જ શરુ કરી દેવું જોઈએ.
સફેદ વાળને છુપાવવામાં માટે તમારે ક્યારેય હેર કલરનો પ્રયોગ ન કરવો. આમ કરવાથી વાળને નુકશાન થાય છે. એટલા માટે બોલવામાં આવે છે કે ઘરની દવા સૌથી શ્રેષ્ઠ હોય છે. તો ચાલો જાણીએ ધરેલું ટ્રીટમેન્ટ જે સફેદ વાળને કાળા કરે…
સફેદ વાળની સમસ્યા
વાળને અસમય સફેદ થવું એ એક મોટી સમસ્યા છે. એટલા માટે કેટલાક લોકો કલરનો ઉપયોગ કરે છે. જો કે કલર તમારા વાળને દુર્બળ કરે છે. એવા ઘણા ઘરેલું નુસખા છે જેના માધ્યમથી તમે સફેદ વાળને રીમુવ કરી શકો છો.
આમળાનો પ્રયોગ
આમળાનો પ્રયોગ પ્રાચીન કાળથી જ થતો આવ્યો છે. વાળમાં શાઈન લાવવી હોય કે પછી વાળને મજબુત બનાવવા હોય તો આમળાનો પાઉડર ઉપયોગી બને છે. નાના અને ગોળ દેખાતા આમળા તમારા સ્વાસ્થ્ય માટે જ ગુણકારી નથી પણ તમારા વાળની સમસ્યાને પણ દુર કરે છે. આમળાને મહેંદીમાં નાખીને વાળને કંડિશનિંગ કરતા રહો. આ ઉપરાંત તમે વાળમાં કાપેલા આમળા અને ગરમ નારિયેળ તેલને પણ માથા પર લગાવી શકો છે.
મરીનો પ્રયોગ
મરી ફક્ત રસોઈને સ્વાદિષ્ટ જ નથી બનાવતી પણ સફેદ વાળને દુર કરવા પણ ઉપયોગી બને છે. પીસેલી મરીને પાણીમાં નાંખીને ઉકાળો અને તે પાણીને વાળ ધોયા પછી માથામાં નાંખો. આ પ્રયોગની અસર લાંબા ગાળે દેખાય છે.
કોફી અને કાળી ચા
તમે સફેદ વાળથી હેરાન થઈ ગયા હોય તો તમે બ્લેક ટી અને કોફીનો ઉપયોગ કરી શકો છે. સફેદ વાળને તમે બ્લેક ટી અને કોફીના અર્કથી ધોશો તો ફરીવાર સફેદ વાળ નહી આવે. આવો પ્રયોગ તમે બે દિવસમાં એક વાર અવશ્ય કરો.
એલોવેરાનો જાદુ
એલોવેરાના જેલથી ખરતા વાળ અને સફેદ વાળને બંધ કરી શકાય છે. આના માટે તમે એલોવેરાના જેલમાં લીંબુનો રસ નાંખી પેસ્ટ કરવું અને આ પેસ્ટને વાળમાં લગાવવું.
દહીંનો પ્રયોગ
સફેદ થતા વાળના રંગને પ્રાકૃતિક રૂપે બદલવા માટે દહીં ઉત્તમ ગણાય છે. દહીં – હિનાને ૫૦-૫૦ ના પ્રમાણમાં લગાવો. જો આ ઘરેલું ઉપચારને અઠવાડિયામાં એક વાર લગાવવાથી વાળનો કલર પ્રાકૃતિક રૂપથી બદલી શકે છે.
ડુંગળીનો પ્રયોગ
ડુંગળી તમારા કાળા વાળને સફેદ કરવામાં મદદરૂપ થાય છે. થોડા દિવસે નાહ્યા પહેલા વાળમાં ડુંગળીનો પેસ્ટ લગાઓ. આનાથી તમારા સફેદ વાળ કાળા થશે. ઉપરાંત વાળમાં ચમક આવશે અને ખરતા વાળને પણ રોકી શકાય છે.
ભૃંગરાજ અને અશ્વગંધા
ભૃંગરાજ અને અશ્વગંધાને વાળ માટે વરદાનરૂપ માનવામાં આવે છે. આનો પેસ્ટ બનાવીને નારિયેળ તેલમાં નાંખીને વાળમાં એક કલાક સુધી લગાઓ. પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લ્યો. આમ કરવાથી વાળમાં કંડિશનિંગ થશે અને વાળ સફેદ પણ નહિ થાય.
દુધના અદભૂત લાભ
ગાયના દુધના ફાયદા કોણ કોણ નથી જાણતું, પરંતુ શું તમને એ ખબર છે કે ગાયનું દૂધ સફેદ વાળને પણ કાળા કરી શકે છે. ગાયના દુધને વાળમાં લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે. આને અઠવાડિયામાં એક વાર લગાવવું.
મીઠી લીંબડીના પાન
સફેદ થયેલ વાળ માટે મીઠી લીંબડીના પાન ફાયદાકારક છે. ન્હાતા પહેલા મીઠી લીંબડીના પાનને ન્હાવાના પાણીમાં નાંખો, અને એક કલાક પછી તે પાણીથી માથું ધોવો. આમળાની જેમ જ તમે લીંબડીના પાનને કાપીને નારિયેળ તેલમાં નાંખી માથા પણ લગાવી શકો છો.