‘મહારાજા એક્સપ્રેસ’ ૨૦૧૦ માં ભારતીય રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી ‘રોયલ ટ્રેન’ છે. જો રોયલ એટલેકે શાહી ઠાઠ-બાઠ ની સુવિધાઓ જોઈતી હોય અને જીવનમાં પૈસા બચાવવાની કોઈ મોહમાયા ન હોય તો તમે આ રાજશાહી ટ્રેન ની સવારી કરી શકો છો.
આ ટ્રેન દિલ્લી માં છે. આ મુંબઈથી આગ્રા, ફતેહપુર સિકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનઉ, જયપુર, બિકાનેર, ખજુરાહ અને ઉદયપુર જેવા સ્ટેશનમાં ઉભી રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની સૌથી બેસ્ટ 5 સુપર લકઝરીયસ ટ્રેનમાં ભારતની ‘મહારાજા એક્સપ્રેસ’ ને પણ શામેલ કરવામાં આવી છે.
દેશની આ રોયલ ટ્રેનમાં સફર કરવા માટે એક દિવસનો ચાર્જ ૧૬ લાખ રૂપિયાથી લઇ ૧૭ લાખ રૂપિયા સુધીનો છે. લોકોને આપવામાં આવતી શાનદાર ફેસિલિટીને જોઇને તમે આને ‘ફાઈવ સ્ટાર હોટેલ’ પણ કહી શકો છો.
આ ભવ્ય ટ્રેનમાં બે રેસ્ટોરન્ટ છે જેનું નામ મયુર મહેલ અને રંગ મહેલ છે. દરેક રેસ્ટોરન્ટમાં એકસાથે ૪૨ લોકો બેસીને ભોજન કરી શકે તેવી સુવિધા છે. આનું ઇન્ટીરીયર ખરેખર જોરદાર છે.
Indian Railway Catering And Tourism Corporation દ્વારા આ ટ્રેન ચલાવવામાં આવે છે. આમાં અમુક જગ્યાએ ગોલ્ડનું વર્ક લગાવવામાં આવ્યું છે. આમાં હીરા, મોતી, નીલમ, ફિરોઝા, મૂંગા અને પુખરાજ જેવા મુલ્યવાન હીરાઓથી ઇન્ટીરીયર કરવામાં આવ્યું છે. આમાં ઈમ્પોર્ટેડ ફર્નીચર લગાવવામાં આવ્યું છે સાથે જ પ્રેસીડેન્શીયલ સુટ રોયલ પેલેસ જેવા રૂમો બનાવવામાં આવ્યા છે.
જો તમારે આ રોયલ્ટી થી ભરપુર શાહી ટ્રેનમાં લગ્ન કરવા હોય અને ઇવેન્ટ ની યોજવા હોય તો આનું ભાડું લગભગ ૫.૫ કરોડ સુધીનું આપવું પડે.
આમાં સફારી બાર છે જેમાં દારુ ઉપરાંત અન્ય ડ્રીન્કસ સર્વ કરવામાં આવે છે. આમાં મનોરંજન માટે કેરમ, ચેસ, પ્લેઇંગ કાર્ડ અને સ્ક્રેબલ જેવી ગેમ તમે રમી શકો છો. જયારે આમાં સફર કરશો ત્યારે તમને એવું નહિ ફિલ થાય કે આ કોઈ ટ્રેન છે પણ કોઈ શાહી પેલેસ હોય તેવો અહેસાસ થશે. આમાં બેસીને તમે તમારી મંજિલ ભૂલી શકો છો, બસ એવું થશે કે આમાં જ બેસી રહીએ. આમ પણ કહેવાય છે કે, ‘સફર ખૂબસૂરત હે મંઝીલ સે ભી…..!!’ અગર સફર સારો હોય તો આપણે આપણી ડેસ્ટિનેશન પણ ભૂલી જઈએ છીએ.