ગીએર્થુન ગામ, નેધરલેંડ નું એક માત્ર પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે, જે દક્ષિણ નું વેનિસ એટલે કે “નેધરલેન્ડ નું વેનિસ” ના નામથી ઓળખાય છે. અહી આખા વર્ષે દરમિયાન પર્યટકો નું આગમન રહે છે. કારણ કે આ એક સપના નું ગામ છે, એક એવી ગામ કે જ્યાં બસ સુંદરતા અને સાદગી જોઇને ત્યાં જવાનું મન થાય.
આ ગામની ખાસીયત એ છે કે આ આખુ ગામ નહેરોથી ઘેરાયેલું છે. આ ગામમાં એક પણ ગાડી કે બાઈક નથી. કારણ કે અહી ગાડી ચલાવવા યોગ્ય રોડ નથી. કોઇપણ વ્યક્તિને કઈ જવું હોય તો તે બોટ ના માધ્યમે અવરજવર કરી શકે છે.
અહીની બોટ માં પણ અવાજ ખુબ ઓછો આવે છે, જેથી લોકોને કોઈ સમસ્યા નથી થતી. ઘણા લોકોએ એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે લાકડીના પુલો પણ બનાવ્યા છે.
આ ગામમાં નહેરો બનવા પાછળ ની કહાની પણ ખુબ રોચક છે. ખરેખર, આ ગામમાં 1170 માં ભયંકર પૂર આવવાને કારણે અહી દરેક જગ્યાએ પ્રચુર માત્રમાં ખાડો (કાદવ કીચડવાળી જમીન અને વનસ્પતિઓનું મિશ્રણ) એકઠો થઇ ગયો. જયારે ગામ ના લોકો અહી આવ્યા ત્યારે તેમણે આ ખાડાને કામમાં લેવા માટે બધી જગ્યાએ ખોદકામ શરુ કરી દીધું. આ રીતે ખોદકામ કરતી વેળાએ નહેરોનું નિર્માણ થયું અને 1230 માં દુનિયાના નકશામાં સુંદર પર્યટક સ્થળના રૂપે આ ગામની સ્થાપના થઇ.
ડચ કોમેડી ફિલ્મ ‘ફેનફેયર’ નું શુટિંગ અહી થવાને કારણે આ ગામને વૈશ્વિક સ્તરે વધારે ઓળખાણ મળી અને આ ગામ વિશ્વભરમાં સુંદર પર્યટન સ્થળ ના રૂપે પ્રસિદ્ધ થયું.