‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’ ફિલ્મથી તમે જાણી શકશો સચિન તેંદુલકરનું જીવન

sachin_640x480_81492058186

આજ મહીને ૨૬ મે ના દિવસે ક્રિકેટ ના ભગવાન સચિન તેંદુલકર ની બાયોપિક ફિલ્મ ‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’ રીલીઝ થઇ રહી છે. સચિન ના જીવન પર આધારિત આ ફિલ્મ માં તેની લાઈફના મોમેન્ટ્સ બતાવવામાં આવશે, જેણે તેના ક્રિકેટ પ્રેમીઓ નથી જાણી શક્યા.

ફિલ્મ ક્યારે રીલીઝ થવાની છે તેની તારીખ સચિને પોતાના ટ્વીટર એકાઉન્ટ માં જણાવી છે. પોતાના કરિયરમાં આવેલ અપ-ડાઉન મોમેન્ટ્સને આ ફિલ્મમાં બતાવવામાં આવશે.

સચિન ની આ ફિલ્મનું નિર્દેશન જેમ્સ અર્સીકિન દ્વારા અને નિર્માણ રવી ભગચંદ્કા દ્વારા કાર્નિવલ મોશન પિકચર્સ હેઠળ થયેલ છે. ક્રિકેટ ના ફેંસ માટે ખુશખબરી છે કે આમાં સચિન સાથે ધોની પણ દેખાશે. જોકે, ફિલ્મમાં તેમનો રોલ કેટલો છે તે નથી જણાવવામાં આવ્યું.

આ ફિલ્મને પાંચ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે જેમકે, મરાઠી, હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ.

Comments

comments


3,976 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 4 =