ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ભલે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યો હોય પણ વિશ્વના મહાન ક્રિકેટર બનવાના મામલે તે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સની પાછળ રહી ગયો છે. રિયર્ડ્સ ઓનલાઈન પોલમાં સચિનને પછાડી ક્રિકેટ ઇતિહાસમાં મહાન વન-ડે ક્રિકેટર તરીકે પસંદ થયો છે. રિયર્ડ્સને 50 સભ્યોમાંથી 29 મત મળ્યા હતા. એક ક્રિકેટ વેબસાઇટ દ્રારા આ સર્વે કરાવવામાં આવ્યો હતો. સચિન પાકિસ્તાનના દિગ્ગજ બોલર વસિમ અકરમને પછાડીને બીજા ક્રમે રહ્યો હતો.
વર્તમાન પ્લેયરમાં એકમાત્ર ધોનીનો સમાવેશ
ચોથાા ક્રમે ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ અને પાંચમાં ક્રમે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રહ્યો હતો. ધોની આ લિસ્ટમાં એકમાત્ર એવો ખેલાડી છે જે હાલ ક્રિકેટ રમી રહ્યો છે.
આ સભ્યોએ કરી મહાન પ્લેયરની પસંદગી
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
ક્લાઇલ લોઇડ
ખેલાડીઓ, કોમેન્ટેટર્સ અને ક્રિકેટના લેખકોએ મહાન ક્રિકેટરોની પસંદગી કરી હતી. આ પસંદગીમાં ક્લાઇવ લોઇડ, રાહુલ દ્રવિડ, રિકી પોન્ટિંગ, ઇયાન ચેપલ, માર્ટિન ક્રો અને ગ્રેમ સ્મિથ જેવા દિગ્ગજ ક્રિકેટરનો સમાવેશ થાય છે. તો બીજી તરફ માઇક હેજમેન અને સંજય માંજરેકર જેવા કોમેન્ટેટર અને ગિલ્ડન હેગ, માઇક કાવર્ડ, સુરેશ મેનન અને માઇક સેલ્વી જેવા માહેર ક્રિકેટ લેખક સામેલ હતા.