ભારતનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નવી ઇનિંગ્સમાં જોવા મળશે. જલ્દી વિશ્વભરના લગભગ બે હજાર થિયેટરોમાં સચિન ઉપર બનેલી ફિલ્મ રિલીઝ થશે. પોતાની રમત અને વ્યક્તિગત જીવન ઉપર બેનેલી આ ફિલ્મમાં સચિને એક્ટિગ પણ કરી છે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. ફિલ્મનું પ્રોડક્શન મુંબઈની કંપની ‘200 નોટ આઉટ’એ કર્યું છે. કંપનીને ફિલ્મ બનવવાનો અધિકાર વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપ(ડબલ્યુંએસજી) પાસેથી મળ્યા છે. ડબલ્યુંએસજી સચિનનું બ્રાંડિંગ કરે છે.
ફિલ્મનુ નિર્દેશન લંડન મૂળના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર જેમ્સ ઇર્સ્કિને કર્યું છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મનું નિર્માણ એક વર્ષ પહેલા શરૂ કર્યું હતું. ફિલ્મમાં વિશ્વના ઘણા દિગ્ગજો જોવા મળશે. ફિલ્મ માટે કંપનીએ ઘણા દેશોના ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો છે. જેથી સચિન સાથે જોડાયેલા જુના વીડિયો મેળવી શકાય. આ વીડિયોનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવશે.
સચિન ઉપર બને રહેલી ફિલ્મ વિષે ‘200 નોટ આઉટ’ના સંસ્થાપક રવિ ભગચંદ્રિકાએ જણાવ્યું હતું કે, મે જેમ્સ ઇર્સ્કિનની ફિલ્મ જોઈ હતી અને આ ફિલ્મ જોયા પછી મે તેમને ડાયરેક્ટર બનાવવાનો નિર્ણય કર્યો હતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર