આ દરગાહ મુંબઈના વર્લી સમુદ્રતટના એક નાના દ્વીપ પર આવેલ છે. લોકોનું કહેવું છે કે સંત હાજી અલી અને તેમને ભાઈ પોતાના માતાની અનુમતિથી ભારત આવ્યા અને તે મુંબઈના વર્લી વિસ્તારમાં રહેવા લાગ્યા. એકવાર હાજી અલીના ભાઈ ઘરે જવા તૈયાર થયા ત્યારે હાજી અલીએ તેમના માતાને પત્ર લખ્યો કે તે ભારતમાં જ રહેશે અને ભગવાનની ભક્તિ કરશે. ત્યારબાદ તે અહી જ રહ્યા અને આખી જિંદગી અહી જ પસાર કરી.
સંત હાજી અલીએ આ દરગાહની સ્થાપના ૧૬૩૧માં કરી. તેનું નિર્માણનું નામ હાજી ઉસ્માન હતું અને તે અનેક જહાજોના માલિક હતા. ઉલ્લેખનીય છે કે તેમનો જન્મ સમૃધ્ધ પરિવારમાં થયો હતો પરંતુ તેમને સાઉદ અરેબિયામાં મક્કાની યાત્રા દરમિયાન તેમની બધીજ સંપતિ સારા કામો માટે દાન કરી હતી.
માનવામાં આવે છે કે આ યાત્રામાં તેમને પોતાના દેહનો ત્યાગ કર્યો અને તે સમુદ્રમાં વહેતા વહેતા મુંબઈ પહોચ્યા અને તે જ જગ્યાએ આ દરગાહનુ નિર્માણ થયું. આ દરગાહની પાસે વિશાળ સમુદ્ર છે જેનો નઝારો ખુબજ અદભૂત છે. ૨૦૦૫માં જયારે મુંબઈમાં પુર આવ્યું ત્યારે મુંબઈના ઘણા બધા વિસ્તારો ડૂબી ગયા હતા છતા આ દરગાહ સુરક્ષિત હતી. આ દરગાહની પાસે વીશાળ સમુદ્ર હોવા છતા સમુદ્રનું પાણી આ દરગાહમાં પ્રવેશી કરતુ નથી .