શ્રાવણ માસમાં આ વસ્તુઓ કરવાથી બમ બમ બોલે ‘શિવ’ થાય છે પ્રસન્ન

Shira25

શ્રાવણ માસમાં આવનાર ચાર પાંચ સોમવારનું હિંદુ કેલેન્ડરમાં કઈક વિશેષ જ મહત્વ હોય છે. શ્રાવણના મહિનામાં પૂજા અને વૃતનું વધારે મહત્વ હોય છે. શ્રાવણમાં વેદ પાઠ, ભજન અને ધર્મગ્રંથોમાં અધ્યયન ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણમાં શંકર ભગવાનને આ ઉપાયોથી તમે પ્રસન્ન કરી શકો છો.

*  શ્રાવણ માસમાં હારના ફૂલ અર્પણ કરવાથી સર્વસુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

*  શ્રાવણ માસમાં ગળામાં અને હાથમાં રુદ્રાક્ષના મણકા વાળી માળા પહેરવી ખુબજ પવિત્ર માનવામાં આવે છે. આ સંપૂર્ણ મહિનામાં રુદ્રાક્ષની માળાથી ભજન કરવું.

*  શિવપૂજન કરતા સમયે કેળા અને દૂધનું વિશેષ મહત્વ છે.

*  દેવ પૂજામાં અક્ષત એટલેકે ચોખાને પણ પવિત્ર માની પૂજન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં શંકર ભગવાનની શિવલિંગમાં તૂટ્યા વગરના આખા ચોખા ચઢાવવા. આનાથી તમને લક્ષ્મી યોગ પણ પ્રાપ્ત થાય છે.

jai bholenath

*  પુત્રની મનોકામના માટે શિવ મંદિરમાં લાલ પાન વાળા ધતુરાના ફૂલ ચઢાવવા. આ ફૂલને ચમત્કારી માનવામાં આવે છે. આના અભાવમાં તમે સફેદ ધતુરના ફૂલ પણ અર્પણ કરી શકો છો.

*  શ્રાવણમાં શિવ પૂજામાં માટે સવારે અને સાંજે ન્હાયને શિવ મંદિરે જવું અને શિવલિંગ પર પંચામૃત એટલેકે દૂધ, દહીં, સાકર, મિશ્રી અને ઘી અર્પણ કરવું. આના પછી પૂજાની વેળાએ ચંદન, ફૂલ, ૧૦૮ અક્ષત, ઘતુરાના ફૂલ, લવિંગ, એલચી અને કાળા તલ ચઢાવવા જોઈએ.

*  જો તમારા વૈવાહિક (મેરીડ લાઈફ) જીવનમાં કોઈ વાંધો હોય તો સોમવારના દિવસે શિવલીંગ પર કેસરમાં મેળવેલ દૂધ ચઢાવવું.

*  રોજ સવારે પહેલા ઉઠીને શિવ મંદિરમાં જળ અભિષેક કરીને કાળા તલ અર્પણ કરવા અને મનમાં ‘ઓમ નમ: શિવાય’ ના મંત્રનો જાપ કરવો. આ ઉપાયથી તમારા મનને શાંતિ મળશે.

*  મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવું.

Comments

comments


6,891 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 1 = 8